Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘ભાજપના સમર્થકોને ધમકાવો, મત આપવા ના જાય...’, કાર્યકર્તાઓને સંબોધતા TMC નેતાનો વિડીયો વાયરલ

પશ્ચિમ બંગાળમાં ભાજપે એક વિડીયોને લઈને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ વિડીયોમાં ટીએમસીના ધારાસભ્ય આસનસોલ લોકસભા સીટની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે ભાજપના સમર્થકોને ધમકાવવા માટે પાર્ટી કાર્યકર્તાઓને કહી રહ્યા છે. વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે ચૂંટણીની તૈયારીઓની બેઠકમાં પાંડબેશ્વરના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય નરેન ચક્રવર્તી પાર્ટી કાર્યકર્તાઓને કà
 lsquo ભાજપના સમર્થકોને ધમકાવો  મત આપવા ના જાય    rsquo   કાર્યકર્તાઓને સંબોધતા tmc નેતાનો વિડીયો વાયરલ
પશ્ચિમ બંગાળમાં ભાજપે એક વિડીયોને લઈને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આ વિડીયોમાં ટીએમસીના ધારાસભ્ય આસનસોલ લોકસભા સીટની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે ભાજપના સમર્થકોને ધમકાવવા માટે પાર્ટી કાર્યકર્તાઓને કહી રહ્યા છે. વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે ચૂંટણીની તૈયારીઓની બેઠકમાં પાંડબેશ્વરના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય નરેન ચક્રવર્તી પાર્ટી કાર્યકર્તાઓને કહી રહ્યા છે ‘તેમને કહો કે જો તમે મત આપશો તો મત આપ્યા પછી તમે ક્યાં જશો તે તમારી પોતાની જવાબદારી અને જોખમ રહેશે.’ 
Advertisement

આ વીડિયો ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને અન્ય નેતાઓએ પણ શેર કર્યો છે. વીડિયોમાં ચક્રવર્તી બંગાળી ભાષામાં કહી રહ્યા છે કે ‘જે લોકો ભાજપના કટ્ટર સમર્થક છે અને જેઓ પ્રભાવિત નથી થઈ શકતા તેઓને ધમકાવી શકાય છે. જો તમે મત આપવા જશો તો અમે માની લઈશું કે તમે ભાજપને મત આપશો. મતદાન કર્યા પછી તમે તમારા જોખમે છો અને જો તમે મતદાન કરવા નહીં જાવ તો અમે માની લઈશું કે તમે અમને સમર્થન આપી રહ્યા છો.’

તે આગળ કહ રહ્યા છે કે ‘તમે સારી રીતે રહો. શાંતિથી તમારી નોકરી અને ધંધા માટે જાઓ, અમે તમારી સાથે છીએ.’ વીડિયો ટ્વિટ કરતા માલવિયાએ ટ્વીટ કહ્યું કે ‘આ ગુનેગારો જેલના સળીયા પાછળ હોવા જોઈએ પરંતુ બંગાળમાં મમતા બેનર્જી તેમને સુરક્ષા આપે છે. ચૂંટણી પંચે આ અંગે ધ્યાન આપવું જોઈએ.’
સુવેન્દુ અધિકારીએ પણ લખ્યું કે ‘ચક્રવર્તી અગાઉ બર્દવાન જિલ્લા પરિષદના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના પાંડબેશ્વર બ્લોક યુનિટના પ્રમુખ હતા. તેમણે 2016માં કોલકાતા એરપોર્ટ પર એક લાઇસન્સ વગરની બંદૂક અને કારતુસ સાથે ફ્લાઇટમાં જવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેમને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.’
Advertisement
Tags :
Advertisement

.