Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્વીન એલિઝાબેથ IIના અંતિમવિધિનો વિડીયો વાયરલ , જાણો કેમ રોયલ ગાર્ડ ઢળી પડ્યો

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર ચાલુ છે. તેમનું કોફિન લંડનમાં આવી ગયું છે. પરંપરા મુજબ, લોકો અહીં સ્થિત વેસ્ટમિંસ્ટર હોલમાં 18 સપ્ટેમ્બર સુધી રાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે. આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રાણીના કોફિન પાસે ઉભેલો એક રોયલ ગાર્ડ અચાનક જ ઢળી પડે છે.  જો કે આસપાસના ગાર્ડ દ્વારા  આ ગાર્ડને ત્યાંથી તરત જ ત્યાંથી ઉપાડી લે છ
ક્વીન એલિઝાબેથ iiના અંતિમવિધિનો વિડીયો વાયરલ   જાણો કેમ રોયલ ગાર્ડ ઢળી પડ્યો
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર ચાલુ છે. તેમનું કોફિન લંડનમાં આવી ગયું છે. પરંપરા મુજબ, લોકો અહીં સ્થિત વેસ્ટમિંસ્ટર હોલમાં 18 સપ્ટેમ્બર સુધી રાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે. આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રાણીના કોફિન પાસે ઉભેલો એક રોયલ ગાર્ડ અચાનક જ ઢળી પડે છે.  જો કે આસપાસના ગાર્ડ દ્વારા  આ ગાર્ડને ત્યાંથી તરત જ ત્યાંથી ઉપાડી લે છે.
14 સપ્ટેમ્બરના રોજ રાણીના મૃતદેહને સ્કોટલેન્ડના બાલમોરલ કેસલથી લંડનના બકિંગહામ પેલેસમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવ્યો હતો. આ ગાર્ડ કોફીન પાસે ડ્યુટી કરી રહ્યો હતો. એવું કહેવામાં આવ્યું કે આ એક વૃદ્ધ ગાર્ડ છે જેની અચાનક તબિયત બગડતા પડી ગયો હતો કારણકે તે ઘણા લાંબા સમયથી ત્યાં ડ્યુટી પર ખડેપગે ઊભો હતો.
Advertisement

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે રોયલ ગાર્ડ કે જેણે શાહી યુનિફોર્મ પહેરેલો છે. તે ગાર્ડ અચાનક બેહોશ થઈને જમીન પર ઢળી પડે છે. રોયલ ગાર્ડના પતન પછી ત્યાં હાજર અન્ય ગાર્ડ તેને ઉપાડી લે છે. એવું કહેવામાં આવ્યું હતું કે જમીન પર પડેલા ગાર્ડને થોડીવારમાં ભાન આવી ગયું હતું. જે બાદ તેને થોડો સમય આરામ આપવામાં આવ્યો હતો.
બ્રિટિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાર્ડની ઉંમર વધુ હતી. હાલ આ ઘટના બાદ રાણીના અંતિમ સંસ્કારમાં રોકાયેલા ગાર્ડની ડ્યુટી બદલવાના આદેશ આપવામાં આવ્યા છે.
Tags :
Advertisement

.