કચ્છની ગળપાદર જેલની અંદરનો વીડિયો વાયરલ, જેલર સામે લગાવ્યા ગંભીર આક્ષેપો
કચ્છની (Kutch) ગળતર જેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેદી દ્વારા જેલર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર આદિપુરમાં ATM લૂંટના આરોપીનો જેલની અંદરથી વિડિયો વાયરલ થયો છે જેમાં આરોપીએ જેલના અધિકારીઓ પર રૂ. 10 લાખની માગણીનો આક્ષેપ કર્યો છે. જોકે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટી કરતું નથી.10 લાખની માંગણીનો આરોપજુદાં-જુદાં બે વીડિયોમાં આરોપી જેલર પરમાર સામે 10 લા
કચ્છની (Kutch) ગળતર જેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેદી દ્વારા જેલર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર આદિપુરમાં ATM લૂંટના આરોપીનો જેલની અંદરથી વિડિયો વાયરલ થયો છે જેમાં આરોપીએ જેલના અધિકારીઓ પર રૂ. 10 લાખની માગણીનો આક્ષેપ કર્યો છે. જોકે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
10 લાખની માંગણીનો આરોપ
જુદાં-જુદાં બે વીડિયોમાં આરોપી જેલર પરમાર સામે 10 લાખની માંગણી કરી હતી પણ તેઓ આટલા પૈસા આપી શકવા માટે સક્ષમ નહી હોવાથી જેલર અને અન્ય બે પોલીસકર્મીઓ સામે હેરાનગતિ કરવાના તેમજ જેલમાં જ મરાવી નાખવાના આક્ષેપો કર્યાં છે અને સાથે એમ પણ કહ્યું કે, ગુજરાતની બધી જેલમાં મારા લોકો છે જે તેને મરાવી નાખશે કા હેરાન કરશે. વીડિયો વાયરલ થયાં બાદ ચોક્કસથી સવાલ થાય કે કેદીઓ પાસેથી મોબાઈલ આવ્યો ક્યાંથી?
પૈસા નહી આપતા હેરાનગતિ
આટલે નહી અટકતા વીડિયોમાં આરોપી એવું કહેતો જણાઈ રહ્યો છે કે, જેલર સામે તેની કોઈ જુની ફરિયાદ હશે અને તેના કારણે હેરાનગતિ કરે છે. સાથે જ તેમનો ઘણી વસ્તુઓ હરિયાણાથી આવતી હોય તેના બદલામાં જેલરે પૈસાની માંગણી કરી પણ આટલા પૈસા તેની પાસે નહી હોવાથી તે આપી શકતા નથી અને આથી જ તેઓ હેરાન કરે છે.
પૈસા આપો તો જેલમાં બધુ મળે
આ સિવાય જેલર પરમાર દ્વારા જેલમાં બિઝનેસ ખોલી રાખ્યો છે. જેલમાં મોબાઈલ, દારૂ, ચરસ, ગાંજો બધુ જ મળે છે. મારી પાસે પૈસા નથી તે જેલરનું પેટ ભરી શકું. ગુજરાત સરકારને વિનંતિ કે આની સામે કાર્યવાહી કરો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement