Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Video : સંસ્કૃતિ અને પરંપરા ભારતીય સંસ્કૃતિનો પાયો છે : Nita Ambani

Nita Ambani : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી માટે કલા અને સંસ્કૃતિ તેમના જીવનનો અભિન્ન ભાગ છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની ઉજવણી માટે વિશ્વભરના VVIP માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી, ત્યારે નીતા અંબાણીએ તેમના...
video    સંસ્કૃતિ અને પરંપરા ભારતીય સંસ્કૃતિનો પાયો છે   nita ambani

Nita Ambani : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી માટે કલા અને સંસ્કૃતિ તેમના જીવનનો અભિન્ન ભાગ છે. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પહેલાની ઉજવણી માટે વિશ્વભરના VVIP માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી, ત્યારે નીતા અંબાણીએ તેમના પુત્રના લગ્ન માટે તેમની બે શુભેચ્છાઓ શેર કરી હતી. એક વીડિયોમાં નીતા અંબાણીએ કહ્યું, “મારા સમગ્ર જીવન દરમિયાન હું કલા અને સંસ્કૃતિથી પ્રેરિત રહી છું. તેની મારા પર ઊંડી અસર થઈ છે અને હું તેના વિશે ખૂબ જ લાગણીશીલ છું.

Advertisement

Advertisement

નીતા અંબાણીએ અનંત-રાધિકા પ્રીવેડિંગની થીમ જાહેર કરી
તમને જણાવી દઈએ કે, દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓ આ પ્રસંગમાં હાજરી આપી રહી છે. ત્યારે નીતા અંબાણીએ એક વીડિયો જાહેર કર્યો છે. આમાં તેમણે આ ઉજવણીની મુખ્ય થીમ જાહેર કરી છે. એ પણ કહેવામાં આવ્યું છે કે, તેણે પ્રિ-વેડિંગ ફંક્શન માટે જામનગરની પસંદગી કેમ કરી?

Advertisement

શું કહ્યું નીતા અંબાણીએ?
અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી છે. નીતા અંબાણીએ પોતે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, આ ફેસ્ટિવલની મુખ્ય થીમ ‘કલા અને સંસ્કૃતિ’ છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે જ્યારે અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે, તેમણે ત્રણ દિવસના કાર્યક્રમની થીમ તરીકે ‘કલા અને સંસ્કૃતિ’ પસંદ કરી છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગરની કેમ પસંદગી કરી
જામનગર, ગુજરાત રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે તેમના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન વિશે વાત કરતા કહ્યું છે કે,જ્યારે મારા સૌથી નાના પુત્ર અનંતના લગ્ન રાધિકા સાથે થઈ રહ્યા છે, ત્યારે મારી  બે મહત્વની ઈચ્છાઓ હતી – પ્રથમ, હું મારા મૂળમાં રહી ઉજવણી કરવા માંગતી હતી . બીજી મારી ઈચ્છા હતી કે ઉજવણી આપણી કલા અને સંસ્કૃતિ સાથે હોય, આ બધુ સમન્વય જામનગરમાં છે.

આ  પણ  વાંચો  - Anant Radhika Wedding : અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં Rihanna મચાવશે ધૂમ,રિહર્સલ વીડિયો થયો Viral

Advertisement

.