Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોક્સ ઓફિસ પર ફ્લોપ ફિલ્મોને લઈ વિકી કૌશલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ દિવસોમાં વિકી કૌશલ (Vicky Kaushal) સાતમા આસમાન ઉપર છે કારણ કે તેની નવી આવેલી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' પ્રેક્ષકો તરફથી ઘણી પ્રશંસા મેળવી રહી છે. વિક્કીના ચાહકો તેને કોમેડી રોલમાં જોવા માટે ઉત્સુક હતા. આ પહેલા વિકી 'રાઝી', 'ઉરી', 'સરદાર ઉધમ' જેવી ગંભીર ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન વિકી કૌશલે એક ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાં તેણે બોક્સ ઓફિસ પર ફ્લોપ થયેલી ફિલ્મો પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.à
01:47 AM Dec 26, 2022 IST | Vipul Pandya
આ દિવસોમાં વિકી કૌશલ (Vicky Kaushal) સાતમા આસમાન ઉપર છે કારણ કે તેની નવી આવેલી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' પ્રેક્ષકો તરફથી ઘણી પ્રશંસા મેળવી રહી છે. વિક્કીના ચાહકો તેને કોમેડી રોલમાં જોવા માટે ઉત્સુક હતા. આ પહેલા વિકી 'રાઝી', 'ઉરી', 'સરદાર ઉધમ' જેવી ગંભીર ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન વિકી કૌશલે એક ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાં તેણે બોક્સ ઓફિસ પર ફ્લોપ થયેલી ફિલ્મો પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
હાલમાં જ વિકીને એક ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું હતું કે, 'આ વર્ષે ઘણી મોટી ફિલ્મો એવી હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જેમાં લાલ સિંહ ચઢ્ઢા, રક્ષાબંધન, શમશેરા અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? વિકીએ કહ્યું, 'મને લાગે છે કે સારી ફિલ્મો પર કામ થઈ રહ્યું છે. લોકોએ તેને ખૂબ જ સરળ બનાવી દીધી છે. જો તમે ગ્રાફ પર નજર નાખો તો, જો કોઈ ફિલ્મ સારી ચાલે છે તો દર્શકોને તેની ભાષા કે શૈલી વગેરે કેવું પણ કેમ ના હોય તેનાથી તેમને કોઈ ફર્ક પડતો નથી. ફિલ્મ દર્શકોનો ગમી એટલે તેઓ તેને ઘણો પ્રેમ આપશે. 
વિકીએ વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ હિન્દી ફિલ્મો માર્કેટિંગને કારણે બોક્સ ઓફિસ પર સફળ થતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "ભલે તમે ભૂલ ભુલૈયા (2), KGF (2) અથવા RRR, દૃષ્યમ (2) જુઓ, આમાંથી કોઈ પણ ફિલ્મ એક જ ભાષાની શૈલી અથવા સ્કેલમાં આવતી નથી, ન તો તેમની સમાન માર્કેટિંગ યોજના છે. ત્રણ વર્ષ પહેલા સુધી એવું થતું હતું કે તમે જેટલું માર્કેટિંગ કરશો તેટલી તમારી ફિલ્મ ચાલશે, પણ હવે એવું નથી. હવે જો લોકોને ફિલ્મ ગમી છે તો જ તમારી ફિલ્મ ચાલશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી 2023માં મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સેમ માણેકશા'માં જોવા મળશે. આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા પર બાયોપિક છે. આ સિવાય વિકી લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. વિકી હાલમાં તેની પત્ની કેટરિના સાથે રજાઓ માણી રહ્યો છે.
આ પણ વાંચો - Real લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે ઈશા તલવાર, 13 વર્ષની ઉંમરે જ બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BigStatementBollywoodBollywoodMoviesBoxOfficeFlopFilmsGujaratFirstVickyKaushal
Next Article