Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આજથી બે દિવસની કચ્છની મુલાકાતે, ભૂજ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ

ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું. ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ  સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી  જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે કચ્છ મો
ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આજથી બે દિવસની કચ્છની મુલાકાતે  ભૂજ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ
ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું. ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ  સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. 
મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી  જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન  એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી  ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ  દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ટેન્ટસીટીમાં રાત્રિ રોકાણ કર્યા?બાદ તેઓ સવારે 9 વાગ્યા બાદ હેલીકોપ્ટરમાં ધોળાવીરા પણ જશે. ધોળાવીરામાં દત્તાત્રય મંદિરના દર્શન કરી ત્યાંથી સીધા ભુજ એરપોર્ટ આવી ભુજથી દિલ્હી જવા વિમાનમાં રવાના થશે. ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં `નો ડ્રોન' ફ્લાયઝોન જાહેર કરાયો છે.
આ પણ વાંચોઃ 
Advertisement
Tags :
Advertisement

.