Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપરાષ્ટ્રપતિએ 'હર ઘર તિરંગા' બાઇક રેલીને આપી લીલી ઝંડી, વિપક્ષે રાખ્યું અંતર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'હર ઘર તિરંગા' અભિયાનની જાહેરાત કરી છે. આ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે ​​સવારે દિલ્હીના લાલ કિલ્લાથી વિજય ચોક સુધી 'હર ઘર તિરંગા' બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી. દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર બુધવારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો. બાઇક પર સવાર થઈને અને હàª
ઉપરાષ્ટ્રપતિએ  હર ઘર તિરંગા  બાઇક રેલીને આપી લીલી ઝંડી  વિપક્ષે રાખ્યું અંતર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર 'હર ઘર તિરંગા' અભિયાનની જાહેરાત કરી છે. આ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે ​​સવારે દિલ્હીના લાલ કિલ્લાથી વિજય ચોક સુધી 'હર ઘર તિરંગા' બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી. 
દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર બુધવારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો. બાઇક પર સવાર થઈને અને હાથમાં રાષ્ટ્રીયધ્વજ લઈને સાંસદોએ લાલ કિલ્લાથી વિજય ચોક સુધી રેલી કાઢી હતી. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આ તિરંગા બાઇક રેલીનો હેતુ લોકોને 'હર ઘર તિરંગા' અભિયાન વિશે જાગૃત કરવાનો છે. આ તિરંગા બાઈક રેલીમાં ભાગ લેવા માટે તમામ સાંસદોને અપીલ કરવામાં આવી હતી, પરંતુ રેલીમાં માત્ર ભાજપના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ જ પહોંચ્યા હતા. રેલીને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લીલી ઝંડી બતાવી હતી. 
Advertisement

રેલીમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે, આ સ્વતંત્રતાની ઉજવણી છે. સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને કારણે આજે આપણે ખુલ્લા આકાશમાં શ્વાસ લઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, આ તિરંગા યાત્રા દ્વારા દેશને એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ તહેવાર દરેક નાગરિક માટે છે. તમામ નાગરિકો પ્રયાસ કરશે તો દેશ મજબૂત રાષ્ટ્ર બનશે. તિરંગા બાઇક રેલીથી વિપક્ષના અંતર પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વિપક્ષના સભ્યોએ પોતાની અંદર જોવું જોઈએ. સરકાર હંમેશા ચર્ચા માટે તૈયાર છે. 

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, આપણા પૂર્વજોએ આઝાદી માટે બલિદાન આપ્યું છે. આજે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ દુર્ભાગ્યવશ કેટલાક લોકો તિરંગા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. મોદીજી જે કરશે તેના વિરુદ્ધ વિપક્ષ કરશે. તેમને લાગે છે કે વિપક્ષ તિરંગાની જગ્યાએ ચીનનો ધ્વજ ન પકડી લે. 
આ રેલીમાં અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. ન્યૂઝ એજન્સી ANIએ પણ આ રેલીનો વિડીયો જાહેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે સ્મૃતિ ઈરાની પોતાના સ્કૂટી પર સૌથી આગળ તિરંગો લહેરાવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ રેલીમાં કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું કે, સંસ્કૃતિ મંત્રાલયે બુધવારે સાંસદો માટે તિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું છે. તેમણે તમામ રાજકીય પક્ષોના સાંસદોને રેલીમાં હાજરી આપવા વિનંતી કરી હતી.
Tags :
Advertisement

.