ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું નિધન, જાણો બહારવટીયાથી ધારાસભ્ય સુધીની તેમની સફર વિશે

રાજયના ક્ષત્રિય સમાજના પીઢ અગ્રણી તથા માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.87)નું (Mahipatsinh Jadeja) આજે સવારે રીબડા ખાતે નિધન થતાં સમસ્ત ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઇને આવ્યા હતા. તેઓ ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.અંતિમયાત્રામહિપતસિંહ જાડેજાએ ધારાસભ્યના સમય દરમ્યાન સà«
11:46 AM Feb 01, 2023 IST | Vipul Pandya
રાજયના ક્ષત્રિય સમાજના પીઢ અગ્રણી તથા માજી ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.87)નું (Mahipatsinh Jadeja) આજે સવારે રીબડા ખાતે નિધન થતાં સમસ્ત ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઇને આવ્યા હતા. તેઓ ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.
અંતિમયાત્રા
મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્યના સમય દરમ્યાન સૌરાષ્ટ્રના ખેડુતોના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. આજે રીબડામાં તેમના નિવાસ સ્થાનેથી સવારે 9.30 કલાકે અંતિમયાત્રા નીકળી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના તથા આજુબાજુના ગામોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા અને સ્મશાનગૃહે સ્વ. મહિપતસિંહ જાડેજાની અંતિમવિધિ કરાઇ હતી અને તેમનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો એ સમયે હાજર રહેલા સૌની આંખો ભીની થઇ ગઇ હતી.
જીવતું જગતીયું
થોડા સમય પૂર્વે મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવત કથા યોજવામાં આવેલ અને કથાના દિવસો દરમ્યાન ધુમાડાબંધ ગામ જમાડવામાં આવેલ. મહિપતસિંહ જાડેજાએ થોડા વર્ષો પૂર્વે જીવતું જગતીયું કરેલ હતું. તેમના સંતાનોમાં ભગીરથસિંહ, રામદેવસિંહ, રાજેન્દ્રસિંહ, અનિરૂધ્ધસિંહ તથા જગતસિંહ તથા પુત્રી મનસાબા છે. જાણવા મળતી વિગતો અનુસાર મહિપતસિંહજી જાડેજાને થોડા દિવસો પહેલા રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. તબીયત સ્વસ્થ થતા રીબડા પાછા આવી ગયા હતા.
અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ચૂંટાયા
સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનુ આજે સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામનું બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. રીબડા તેમના નિવાસ્થાનેથી 9:30 વાગ્યે અંતિમયાત્રા નીકળી હતી.

એક સમયના બહારવટીયા બાદમાં બન્યા ધારાસભ્ય
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા.
ગરાસદારી ચળવળમાં ધરપકડ
ક્ષત્રિયોમાં વર્ચસ્વની લડાઈ માટે રીબડા હંમેશા ચર્ચાતું રહ્યું છે. ગોંડલનું અતિચર્ચાસ્પદ નામ એટલે મહિપતસિંહ ભાવુબા જાડેજા. ગરાસદારી ચળવળ અંતર્ગત 1952માં તેમની ધરપકડ થઈ. એક ઘા અને બે કટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને એ સંદર્ભે 1957માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા. સરકાર દ્વારા ફરી 1963માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા.

ચડ્ડીબનિયાનધારી ગેંગને પકડી
1986માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડીબનિયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં 17 જેટલા પેટ્રોલ પંપ પર ત્રાટકી લૂંટ કરી ચડ્ડીબનિયાનધારી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ પર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે એ પહેલા મહિપતસિંહે ગેંગના 16 પૈકી બે લૂંટારાને ઝડપી લઇ પોતાની જોંગોજીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી પોલીસને હંફાવતી ચડ્ડીબનિયારધારી ગેંગને મર્દાનગી સાથે નેસ્તનાબૂદ કરી હતી.
આ પણ વાંચો - માર્કેટિંગ યાર્ડ દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ ટ્રેન મારફત ડુંગળીનો માલ અન્ય રાજ્યમાં મોકલવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FormerMLAGondalGujaratFirstKshatriyaCommunityMahipatsinhJadejaક્ષત્રિયઆગેવાનગોંડલમહિપતસિંહજાડેજા
Next Article