શેન વોર્નના હાથમાં હતો જાદુ, ભારતની સામે કર્યું હતું ડેબ્યું
ક્રિકેટ ચાહકો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહાન સ્પિન
બોલર શેન વોર્ન હવે આ દુનિયામાં નથી રહ્યા. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન
વોર્નનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. 52 વર્ષીય વોર્નનું
મૃત્યુ થાઈલેન્ડના કોહ સમુઈમાં થયું હતું. શેન વોર્ને કુલ 145 ટેસ્ટ મેચ રમી છે.
આ દરમિયાન વોર્ને 25.41ની એવરેજથી 708 વિકેટ લીધી, જે મુથૈયા મુરલીધરન (800 વિકેટ) પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છે. તેનું સર્વશ્રેષ્ઠ
પ્રદર્શન 71 રનમાં આઠ વિકેટ
હતું. તેણે ટેસ્ટ ઇનિંગ્સમાં 37 વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી હતી. ઉપરાંત દસ પ્રસંગોએ તેણે ટેસ્ટ
મેચોમાં 10 કે તેથી વધુ વિકેટ
લીધી હતી.
વોર્ન 'બોલ ઓફ ધ સેન્ચુરી'
શેન વોર્ને (1992-2007) તેની 15 વર્ષની સુવર્ણ કારકિર્દીમાં ઘણી શાનદાર બોલિંગ કરી હતી. પરંતુ 1993ની એશિઝ શ્રેણીમાં
માઈક ગેટિંગને ફેંકવામાં આવેલો બોલ ઘણો ખાસ હતો. વોર્નનો બોલ લેગ-સ્ટમ્પની બહાર
હતો અને એવું લાગતું હતું કે બોલ વાઈડ હોઈ શકે છે, ગેટિંગે તેને રમવાનો પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન બોલ ઝડપથી વળ્યો અને
તેના ઓફ-સ્ટમ્પ સાથે અથડાયો ગૅટિંગ બોલ્ડ થઈ ગયો. જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા. તે બોલને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' કહેવામાં આવતો હતો.
પ્રથમ ટેસ્ટ ભારત સામે હતી
વોર્ને જાન્યુઆરી 1992માં ભારત સામે સિડની ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે રવિ
શાસ્ત્રીને પોતાનો પહેલો શિકાર બનાવ્યો. ત્યારથી તેણે પાછું વળીને
જોયું નથી અને રેકોર્ડ બનાવવાનું ચાલુ રાખ્યું છે. શેન વોર્ને તેની છેલ્લી ટેસ્ટ
જાન્યુઆરી 2007માં રમી હતી. વર્ષ 1999માં તે ઓસ્ટ્રેલિયાનો વાઇસ કેપ્ટન પણ બન્યો હતો પરંતુ તેને ક્યારેય
કેપ્ટન બનવાની તક મળી ન હતી.
વનડે કારકિર્દી પણ શાનદાર રહી
શેન વોર્નની વનડે કારકિર્દી પણ ઘણી સારી રહી હતી. વોર્ને 194 વન-ડેમાં 293 વિકેટ લીધી હતી. આ
દરમિયાન તેની એવરેજ 25.73 હતી અને સ્ટ્રાઈક રેટ 36.3 હતી. વન-ડે ઈન્ટરનેશનલ કરિયરમાં એકવાર પાંચ વિકેટ લીધી હતી. જ્યારે તેણે 12 વખત ચાર વિકેટ ઝડપી
હતી.
રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બનાવ્યું હતું
શેન વોર્ને પોતાની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન
બનાવ્યું હતું. 2008ની પ્રથમ સિઝનની અંતિમ મેચમાં વોર્નની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ
(CSK)ને હરાવ્યું હતું.
વોર્ને 29 આઈપીએલ મેચ રમી હતી, જેમાં તેણે 25.39ની એવરેજથી 57 વિકેટ લીધી હતી.
વિવાદો સાથે સંકળાયેલો રહ્યો
શેન વોર્નનો વિવાદો સાથે પણ ઊંડો સંબંધ રહ્યો છે. 2000 માં, બ્રિટિશ નર્સ ડોના
રાઈટ વોર્ન પર અશ્લીલ કૃત્યો કરવાનો આરોપ મૂક્યો હતો. આરોપો અનુસાર વોર્ને ફોન પર
ગંદી વાત કરી અને અશ્લીલ મેસેજ પણ કર્યા. આ સિવાય 2003માં એન્જેલા નામની સ્ટ્રીપરે વોર્ન પર અશ્લીલ મેસેજ મોકલવાનો
આરોપ લગાવ્યો હતો.
2006માં એક મેગેઝિને
વોર્નનો બે મોડલ સાથેનો ફોટો પ્રકાશિત કર્યો હતો. મોડલ્સે દાવો કર્યો હતો કે
વોર્ને તેની સાથે બળજબરીથી સેક્સ કર્યું હતું. જાન્યુઆરી 2015માં 43 વર્ષની એક મહિલાએ
શેન વોર્ન સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો.
શેન વોર્નનો 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા ડ્રગ ટેસ્ટ કરવામાં
આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ
આવ્યો હતો. શેન વોર્નના પેશાબમાં મોડ્યુરેટીક દવા મળી આવી હતી, જે તણાવ અને બ્લડ
પ્રેશરને નિયંત્રિત કરે છે. પોઝિટિવ મળી આવતા તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો
હતો.