કોંગી નેતાનો બફાટ, કહ્યું – ભાજપ જેવા પક્ષો આવશે અને જશે કોંગ્રેસ હંમેશા રહેશે, મોદી યુગ પછી ભાજપ વિખાઈ જશે
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર પછી
કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસની CWC બેઠક અને G23 ગૃપની બે બેઠક યોજાઈ ગઈ
છે. ત્યારે હવે કોંગ્રેસને ફરી મજબૂત કરવા માટે કોંગી નેતાઓ મેદાનમાં આવી ગયા છે.
ત્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાઓએ અસંતુષ્ટ
જૂથ જી-23ના નેતાઓને એક રહેવા અપીલ કરી છે.
તેમણે કહ્યું કે અમે સત્તામાં નથી એટલા માટે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરોએ
ગભરાવું જોઈએ નહીં. મોઈલીએ કહ્યું કે ભાજપ અને અન્ય પક્ષો આવશે અને જશે, અહીં કોંગ્રેસ જ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે આપણે દલિતો માટે
પ્રતિબદ્ધ રહેવું જોઈએ અને આશા ગુમાવવી જોઈએ નહીં.
વીરપ્પા મોઈલીએ કહ્યું કે સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીમાં સુધારા
ઈચ્છે છે, પરંતુ તેમની આસપાસના લોકોએ તેને તોડી
નાખ્યું છે. જી-23ના નેતાઓ પાર્ટી હાઈકમાન્ડ પર નિશાન
સાધીને કોંગ્રેસ પાર્ટીને નબળી બનાવી રહ્યા છે. મોઈલીએ કહ્યું કે ભારતીય જનતા
પાર્ટી કાયમ આ રીતે રહેવાની નથી. તેમણે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીની રાજનીતિ
ખતમ થયા બાદ ભાજપનું વિઘટન થશે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે આ રાજકારણીઓને (યુપીએ)
સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે શું તેમણે પૂછ્યું હતું કે
લોકતાંત્રિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પદો આપવામાં આવે? અમે સત્તામાં હતા એટલા માટે તે સમયે બધું જ ધૂંધળું હતું. રાજકીય
પક્ષો ઉતાર-ચઢાવ જુએ છે, તેનો અર્થ બળવો નથી. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,
મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના
કેટલાક નેતાઓનો અલગ જૂથ G-23 બની ગયો છે, જે કોંગ્રેસ હાઈકમાન્ડથી અસંતુષ્ટ છે. છેલ્લા ઘણા દિવસોથી જી-23ના નેતાઓની અલગ-અલગ બેઠકો ચાલી રહી છે. G-23માં કપિલ સિબ્બલથી લઈને ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે.