Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાસ્તુશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની છરીના ઘા મારી હત્યા, ઘટના CCTVમાં કેદ

કર્ણાટકના હુબલી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જે સીસીટીવી ફૂટેજમાં સપષ્ટ રીતે જોવા મળે છે કે હોટલના રિસેપ્શન પર બે શખ્સોએ તેમને ચાકુ માર્યા હતા. કર્ણાટકના હુબલી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હàª
વાસ્તુશાસ્ત્રી ચંદ્રશેખર ગુરુજીની છરીના ઘા મારી હત્યા  ઘટના cctvમાં કેદ
કર્ણાટકના હુબલી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જે સીસીટીવી ફૂટેજમાં સપષ્ટ રીતે જોવા મળે છે કે હોટલના રિસેપ્શન પર બે શખ્સોએ તેમને ચાકુ માર્યા હતા. કર્ણાટકના હુબલી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. 
Advertisement


હત્યારાઓની શોધમાં ચક્રો ગતિમાન 
પોલીસને શંકા છે કે ગુરુજી શહેરની પ્રેસિડેન્ટ હોટેલમાં બિઝનેસના હેતુથી કોઈને મળવા આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે હોટલના રિસેપ્શન પર બે શખ્સો કોઇની રાહ જોઇ રહ્યાં હતાં.ચંદ્રશેખર ગુરુજી ત્યાં પહોંચતા એક વ્યક્તિ તેમને પગે પડે છે. જ્યારે બીજી વ્યક્તિ ચાકુ કાઢીને હુમલો કરે છે. બીજો વ્યક્તિ પણ મદદ કરતો જોઇ શકાય છે. બાદમાં તેમને ઉપરાછાપરી ચાકુ માર્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી સર્જાય છે. હત્યારાઓ હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ફરાર હત્યારાઓની શોધમાં ચક્રો ગતિમાન કર્યા છે. હુબલીના પોલીસ કમિશનર લાભુરામને ઘટનાની જાણકારી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ કમિશનર લાભુ રામે કહ્યું, "મોબાઈલ ટાવરના આધારે અમને કેટલીક માહિતી મળી છે. અમે તપાસ બાદ હત્યાનો હેતુ શું હતો તે કહી શકીશું. અમે પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધી રહ્યા છીએ."
ચંદ્રશેખર ગુરુજી કોણ હતા?
બાગલકોટના વાસ્તુ નિષ્ણાત ચંદ્રશેખર ગુરુજીએ તેમની કારકિર્દી કોન્ટ્રાક્ટર તરીકે શરૂ કરી હતી. બાદમાં તેમને મુંબઈમાં નોકરી મળી, જ્યાં તે સ્થાયી થયા. પાછળથી ત્યાં તેમનો વાસ્તુ નિષ્ણાત તરીકેનો વ્યવસાય શરુ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાના ત્રણ દિવસ પહેલા હુબલીમાં તેમના પરિવારના એક બાળકનું મોત થયું હતું. તે કારણોસર તેઓ હુબલી આવ્યા હતાં. હાલમાં પોલીસ મુદ્દે કાર્યવાહી કરી રહી છે. 
Tags :
Advertisement

.