રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓએ ગ્રામીણ મહિલાઓને પગભર બનાવી : મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તથા રાજકોટ (Rajkot)જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપની લીમીટેડ દ્વારા કેશ ક્રેડીટ કેમ્પ અને લોન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સખી મંડળોના માધ્યમથી બહેનો પોતાનામાં રહેલી આવડત બહાર લાવી: રાઘવજીભાઈ પટેલેમંત્à
12:00 PM Dec 31, 2022 IST
|
Vipul Pandya
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તથા રાજકોટ (Rajkot)જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપની લીમીટેડ દ્વારા કેશ ક્રેડીટ કેમ્પ અને લોન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સખી મંડળોના માધ્યમથી બહેનો પોતાનામાં રહેલી આવડત બહાર લાવી: રાઘવજીભાઈ પટેલે
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः (જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે) શ્લોકને યાદ કરી જણાવ્યું હતું કે કસ્તુરબા ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, લત્તા મંગેશકર, સુનિતા વિલિયમ્સ જેવી નારીઓએ ઇતિહાસમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ રીતે વર્તમાનમાં પણ સરકાર તરફથી લોનની સહાય મળતા સ્વ સહાય જૂથો, સખી મંડળોના માધ્યમથી બહેનો પોતાનામાં રહેલી આવડત બહાર લાવી સીવણ, ઈમિટેશન જ્વેલરી, ભરતગૂંથણ જેવી પ્રવૃત્તિઓથી રોજગારી મેળવી પરિવારને મદદરૂપ બની રહી છે. આમ, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓના જીવન ઉત્કર્ષ માટે કાર્યરત રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓએ ગ્રામીણ મહિલાઓને પગભર બનાવી તેમના જીવનમાં અજવાળાં પાથર્યા છે.
2500 થી વધુ મહિલાઓને સહાયનો લાભ આપવામાં આવ્યો
આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 297 સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે રૂ. 4 કરોડ 45 લાખ 50 હજારની રકમના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેનો સ્વ સહાય જૂથોની 2500 થી વધુ મહિલાઓને સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.
લાભાર્થી બહેનોના બી.પી. તથા ડાયાબીટીસનું નિ:શુલ્ક ચેકઅપ કરવામાં આવ્યું
આઉપરાંત,ક્લસ્ટર કો-ઓર્ડીનેટર,ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર,બી.સી. સખી, બેંકસખી મળી કુલ 17મહિલા કર્મચારીઓને નિમણુંક હુકમો અએનાયત કરવામાં આવ્યા હતાં. મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે DRDAના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી સરોજબેન મારડીયા વયનિવૃત્ત થતાં તેમને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ સ્વ સહાય જૂથોની ૩ બહેનોએ પ્રેરણાત્મક પ્રતિભાવ આપ્યા હતા. આ તકે લાભાર્થી બહેનોના બી.પી. તથા ડાયાબીટીસનું નિ:શુલ્ક ચેકઅપ કરવામાં આવ્યું હતું. તથા તેઓને આરોગ્ય અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article