કન્યાને લેવા વરપક્ષ હેલિકોપ્ટર લઈને આવ્યો, પિતાએ ફૂલનો વરસાદ કરી વેલ વિદાય આપી
લગ્ન કરવા માટે વરરાજાઓ સૌપ્રથમ ઘોડા, હાથી, કાર, વિંટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે થોડો ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે ત્યારે રાજકોટમાં પ્રથમ વખત એવું બન્યું કે દરબાર જ્ઞાતિના રિતી રિવાજ મુજબ દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે દીકરીના સસુરાલ ખાતે કરવામાં આવે છે. અને જેના લગ્ન થતાં હોય તે દીકરીને સà
01:37 PM Feb 16, 2023 IST
|
Vipul Pandya
લગ્ન કરવા માટે વરરાજાઓ સૌપ્રથમ ઘોડા, હાથી, કાર, વિંટેજ કાર સહિતનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે થોડો ટ્રેન્ડ અલગ જોવા મળી રહ્યો છે. હવે વરરાજા લગ્ન કરવામાં માટે જાય ત્યારે જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે ત્યારે રાજકોટમાં પ્રથમ વખત એવું બન્યું કે દરબાર જ્ઞાતિના રિતી રિવાજ મુજબ દીકરીના લગ્ન પિતાના આંગણે થવાને બદલે દીકરીના સસુરાલ ખાતે કરવામાં આવે છે. અને જેના લગ્ન થતાં હોય તે દીકરીને સસરા પક્ષ તરફથી ચાર થી પાંચ લોકો તેડવા મટે આવે છે તેને તેના રીતિ રિવાજ મુજબ વેલ વિદાય કહેવામાં આવે છે.
ખંભાત પાસે આવેલ મિતલી સ્ટેટના બલવીરસિંહજી ગોહિલના પુત્ર ઋષિરાજસિંહજીના લગ્ન રાજકોટના શીતલ પાર્ક પાસે રહેતા વીરેન્દ્રસિંહ વાઢેરના પુત્રી હેમાંગીબા સાથે થવાના છે. દરબાર જ્ઞાતિના રીતી રિવાજ મુજબ જે દીકરીના લગ્ન થતા હોય તેને તેડવા માટે સસરા પક્ષમાંથી ચાર થી પાંચ લોકો આવે છે. તેને વેલ કહેવાય છે.
રાજકોટના હેમાંગિબાને તેડવા માટે હેલિોપ્ટર આવ્યું હતું. હેલિકોપ્ટર તેડવા આવતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કદાચ પ્રથમ એવો કિસ્સો હશે કે જે દીકરીના લગ્ન થવાના હોય તેને તેડવા માટે વેલમાં હેલિકોપ્ટર આવ્યું હોય જેથી આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article