Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, ટ્રેક પર ગાય આવી જતા આગળના ભાગમાં નુકસાન

વલસાડના અતુલની ઘટનાવંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માતટ્રેક પર ગાય આવી જતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માતઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાનકોઈ ઈજા કે જાનહાની નહીંથોડા સમય સુધી ટ્રેનને રોકવામાં આવીવંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) ફરી એકવાર અકસ્માતનો ભોગ બની છે. વલસાડના અતુલ સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. પશુઓ સાથે અથડાયા બાદ ટ્રેન
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માત  ટ્રેક પર ગાય આવી જતા આગળના ભાગમાં નુકસાન
  • વલસાડના અતુલની ઘટના
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી નડ્યો અકસ્માત
  • ટ્રેક પર ગાય આવી જતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત
  • ઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન
  • કોઈ ઈજા કે જાનહાની નહીં
  • થોડા સમય સુધી ટ્રેનને રોકવામાં આવી
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) ફરી એકવાર અકસ્માતનો ભોગ બની છે. વલસાડના અતુલ સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. પશુઓ સાથે અથડાયા બાદ ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. શનિવારે સવારે ઢોર સાથે અથડાયા બાદ ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. આ સેમી હાઈસ્પીડ ટ્રેન મુંબઈથી અમદાવાદના રૂટ પર દોડી રહી છે. અત્યાર સુધી અનેક વખત ઢોર સાથે અથડાઈને ટ્રેનને નુકસાન થયું છે.
ગાય અચાનક ટ્રેક પર આવી ગઈ
રાજ્યમાં વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ફરી એકવાર અકસ્માતનો શિકાર બની છે. મળતી માહિતી મુજબ, વંદે ભારત ટ્રેન ફરી એકવાર ગાય સાથે અથડાઇ હતી જેના કારણે તે દુર્ઘટનાનો ભોગ બની છે. જેના કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. આ ઘટના વલસાડના અતુલ સ્ટેશન પાસે બની હતી. દુર્ઘટનામાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે અને પાણીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. ઘટના આજે શનિવારે સવારે લગભગ 8.17 વાગ્યાની જણાવવામાં આવી રહી છે.
Advertisement

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અતુલ સ્ટેશન પર અડધો કલાક ઊભી રહી
અહેવાલ છે કે, અકસ્માત બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અડધો કલાક અતુલ સ્ટેશન પર ઉભી રહી હતી. જોકે, અડધા કલાક બાદ ટ્રેનને ફરીથી રવાના કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતમાં વંદે ભારતનું કપ્લર કવર પણ ક્ષતિગ્રસ્ત થયું છે. બીસીયુ કવરને નુકસાન થવાના સમાચાર પણ છે.
Tags :
Advertisement

.