સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત, આ મુદ્દે કેન્દ્રીય રેલ્વે મંત્રીનું નિવેદન
ગુજરાત આણંદમાં આજે ફરી સર્જાયેલા ટ્રેન અકસ્માતમાં વંદે ભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તે જ સમયે, આ ઘટનાને લઈને રેલ્વે વતી પશુઓના માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.વંદે ભારત એક્સપ્રેસના આગળના ભાગને નુકસાનઅક્સમાત અંગે માહિતી આપતાં, વટવા રેલ્વે સ્ટેશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલ્વે એક્ટ, 1989ની કલમ 147 હà«
02:43 PM Oct 07, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત આણંદમાં આજે ફરી સર્જાયેલા ટ્રેન અકસ્માતમાં વંદે ભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તે જ સમયે, આ ઘટનાને લઈને રેલ્વે વતી પશુઓના માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
વંદે ભારત એક્સપ્રેસના આગળના ભાગને નુકસાન
અક્સમાત અંગે માહિતી આપતાં, વટવા રેલ્વે સ્ટેશન પર તૈનાત RPF ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રેલ્વે એક્ટ, 1989ની કલમ 147 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે રેલ્વેના કોઈપણ ભાગમાં અનધિકૃત પ્રવેશ અને તેની મિલકતના દુરુપયોગ સાથે સંબંધિત છે. આ સાથે જ આ અકસ્માતો પર રેલ્વે મંત્રીનું સ્પષ્ટીકરણ પણ આવ્યું છે. ગુજરાતના આણંદમાં બોલતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાટા પર પશુઓ સાથે અથડામણ અનિચ્છનીય છે અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની રચના કરતી વખતે આ બાબતે પૂરતું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
ગુરુવારે પણ હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત અકસ્માતનો શિકાર બની હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પણ હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત અકસ્માતનો શિકાર બની હતી. મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન પાસે રખડતા ઢોરના ટોળા સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ લગભગ 20 મિનિટ સુધી ટ્રેનને રોકવી પડી હતી. આ અકસ્માતમાં ચાર ભેંસોના મોત થયા હતા.
વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુઓની અથડામણની આ સતત બીજી ઘટના
ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુઓની અથડામણની આ સતત બીજી ઘટના છે. શુક્રવારે થયેલા આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તે જ સમયે, આ ઘટનાને લઈને રેલ્વે વતી પશુઓના માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટના વડોદરા ડિવિઝનના આણંદ નજીક બપોરે 3.44 વાગ્યે બની હતી. અહીં અચાનક એક ગાય આવી અને ટ્રેનની સામે ટકરાઈ હતી, આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જઈ રહી હતી. દુર્ઘટના બાદ ટ્રેનને લગભગ 10 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી. આગળના કોચના આગળના ભાગમાં એટલે કે ડ્રાઈવર કોચમાં માત્ર એક નાનો ઘોબો પડ્યો છે. જો કે ટ્રેન સરળતાથી ચાલી રહી છે.
Next Article