Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરતસિંહની મુશ્કેલીમાં વધારો, વંદના પટેલે લગાવ્યો આ મોટો આરોપ

કોંગ્રેસ નેતા વંદના પટેલ અને અતુલ પટેલની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં પક્ષ અને પક્ષના કેટલાક નેતાઓ સામે આક્ષેપ કરતા આ બંને નેતાઓ જોવા મળ્યા હતા. જેને લઇને કોંગ્રેસ દ્વારા બંને નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા મુદ્દે વંદના પટેલે કહ્યું કે આ ઓડિયો ક્લિપ તેમની જ છે અને આવા ઓડિયો ક્લિપ મારફતે પક્ષની અંદર જે પ્રકારની સ્થિતિ છે એ અંગેનો બળાપો કાઢયà
ભરતસિંહની મુશ્કેલીમાં વધારો  વંદના પટેલે લગાવ્યો આ મોટો આરોપ
કોંગ્રેસ નેતા વંદના પટેલ અને અતુલ પટેલની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં પક્ષ અને પક્ષના કેટલાક નેતાઓ સામે આક્ષેપ કરતા આ બંને નેતાઓ જોવા મળ્યા હતા. જેને લઇને કોંગ્રેસ દ્વારા બંને નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા મુદ્દે વંદના પટેલે કહ્યું કે આ ઓડિયો ક્લિપ તેમની જ છે અને આવા ઓડિયો ક્લિપ મારફતે પક્ષની અંદર જે પ્રકારની સ્થિતિ છે એ અંગેનો બળાપો કાઢયો હતો. આ ઓડિયો ક્લિપ અમને બદનામ કરવા માટે વાયરલ કરી છે.
સસ્પેન્શનને લઈને વંદના પટેલે કહ્યું કે, 'ભરતસિંહ સોલંકીએ તેમનો બદલો લેવા માટે આ પ્રકારનું સસ્પેન્શન કરાવ્યું છે. પક્ષની અંદર જે પણ મહિલા ભરતસિંહ સોલંકીની શરણાગતિના કરે તેને હેરાન પરેશાન કરીને પાર્ટી માંથી કાઢી દેવામાં આવે છે. ભરતસિંહ સોલંકી વિકૃત માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. 
50થી વધુ મહિલાઓને ભરતસિંહ સોલંકીએ કર્યા મેસેજ 
વંદના પટેલએ ભરતસિંહ પર આરોપ લગાવતા પક્ષની 50થી પણ વધારે મહિલાઓને ભરતસિંહ સોલંકીએ ગંદા મેસેજ કરીને પરેશાન કરી છે. કોંગ્રેસ પાર્ટીમાં પોતાના લોકોને જ આગળ કરાય છે પોતાનું સસ્પેન્શન રદ કરી ભરતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવા માટે તેઓ દિલ્હી જઈને રજૂઆત કરશે.
Advertisement
Tags :
Advertisement

.