Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેપર લીકનો સિલસિલો યથાવત, વનરક્ષકનું પેપર ફૂટ્યું

ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાની ઘટના સામે આવી છે.  વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.  સર્વોદય વિદ્યાલય માંથી પેપર લીક થયું હોવાની વાત સામે આવી છે. પરીક્ષા શરુ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પà
પેપર લીકનો સિલસિલો યથાવત  વનરક્ષકનું પેપર ફૂટ્યું
Advertisement
ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાની ઘટના સામે આવી છે.  વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.  સર્વોદય વિદ્યાલય માંથી પેપર લીક થયું હોવાની વાત સામે આવી છે. પરીક્ષા શરુ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં.
શાળાના લેટરહેડ પર જવાબો!!
પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો હતો. 10 નંબરના બ્લોકના વિદ્યાર્થી લેટરપેડ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા નિરીક્ષકે પરીક્ષાર્થીને પકડતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જો કે, આ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટરહેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્કો પણ ઉભા થયા હતાં.
2018માં ભરાયા હતા ફોર્મ 
વનરક્ષકની પરીક્ષા આજે યોજાઈ રહી હતી ત્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે ત્યારે ઉમેદવારોના ભવિષ્ય સાથે વધુ એક વાર મજાક થઇ છે. વનરક્ષકની ભરતી માટે વર્ષ 2018માં તેની ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગુજરાત વનવિભાગમાં 334 જગ્યા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે આજે બપોરનાં 12થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ  રહી હતી તે સમય દરમ્યાન પેપર ફૂટ્યું છે 
Tags :
Advertisement

.

×