જાદૂ કી ઝપ્પી: લાગણીઓને વ્યકત કરવાનો દિવસ
વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ એટલે 'હગ ડે'આજના સ્પેશિયલ ડે પર મુન્ના ભાઇની ભાષામાં કહીએ તો 'જાદૂ કી ઝપ્પી' સ્ટાઇલથી તમારા પાર્ટનરનેવિશ કરવાનો દિવસ છે. કોઇ મુશ્કેલીઓ ઘર કરી ગઇ હોય ત્યારે કોઇ આત્મીય મિત્રનું આલિંગન એ માનવીય સંવેદના વ્યક્ત કરવાનું સબળ માધ્યમ બની રહે છે. બાળકનો જન્મ થાય ત્યારે આતુરતાના અંત વચ્ચે મા પોતાના બાળકને પહેલું આલિંગન આપે છે. પ્રેમની હૂંફ અને લાગણીના દરિયાથી
Advertisement
વેલેન્ટાઈન વીકનો છઠ્ઠો દિવસ એટલે 'હગ ડે'
આજના સ્પેશિયલ ડે પર મુન્ના ભાઇની ભાષામાં કહીએ તો 'જાદૂ કી ઝપ્પી' સ્ટાઇલથી તમારા પાર્ટનરને
વિશ કરવાનો દિવસ છે. કોઇ મુશ્કેલીઓ ઘર કરી ગઇ હોય ત્યારે કોઇ આત્મીય મિત્રનું આલિંગન એ માનવીય સંવેદના વ્યક્ત કરવાનું સબળ માધ્યમ બની રહે છે. બાળકનો જન્મ થાય ત્યારે આતુરતાના અંત વચ્ચે મા પોતાના બાળકને પહેલું આલિંગન આપે છે. પ્રેમની હૂંફ અને લાગણીના દરિયાથી ઉછળતી આત્મીયતાને દર્શાવવાનો સ્પેશિયલ દિવસ એટલે હગ ડે
ઝપ્પીના વૈજ્ઞાનિક ફાયદા પણ
Advertisement
આ દિવસ વેલેન્ટાઈન ડેના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તમારા જીવનસાથીને જુસ્સાથી ગળે મળવાથી તમારી પ્રેમની ભાવના વધે છે. કોઈને ગળે લગાડવાથી માત્ર ઉર્જાનું સ્થાનાંતરણ જ નથી થતું અને તેમને ભાવનાત્મક ઉત્તેજન મળે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. અભ્યાસ મુજબ, ગળે લગાવવાથી તણાવનું સ્તર ઓછું થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને સંબંધો મજબૂત થાય છે. વ્યક્તિગત સ્પર્શ એ સૌથી શ્રેષ્ઠ ઉપચાર પદ્ધતિઓમાંની એક છે, કારણ કે તે સંચારની અન્ય કોઈપણ રીત કરતાં વધુ તીવ્ર છે. કોઈને 20 સેકન્ડ માટે ગળે લગાડવાથી ઓક્સીટોસિન, બોન્ડિંગ હોર્મોન અને ચેતાપ્રેષક સ્ત્રાવ થાય છે જે કુદરતી ઉત્તેજક છે.
હવે જ્યારે તમને ખાતરી થઈ ગઈ છે કે આલિંગન ખરેખર જાદુઈ છે, તો તમારા પ્રિયજનોને આલિંગન આપો. આ દિવસ તમારા "સંપૂર્ણ આલિંગન" ની ઉજવણી કરે છે જેથી તમારી વ્યક્તિને વધુ વિશેષ અને પ્રિય લાગે.
Advertisement