Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હું પૂછવા માંગુ છું કે લોકો મને ગાંડી કેમ કહે છે? મારે મારા લગ્નની નોંધણી પણ કરાવવી છે : ક્ષમા બિંદુ

વડોદરાની બહુચર્ચિત ક્ષમા બિંદુ નામની યુવતીએ ગઇકાલે પોતાની સાથે લગ્ન કરી લીધા છે. વિરોધ અને વિવાદના ડરથી તેણે નક્કી કરેલા દિવસ કરતા પહેલા જ લગ્ન કરી લીધા છે. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પોતાની જાત સાથે જ લગ્ન કરનારી તે ભારતની પહેલી મહિલા બની ગઇ છે. ત્યારે આજે ક્ષમા બિંદુએ પત્રકાર પરિષદ પણ કરી હતી.પહેલા તેણે 11 જુને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પત
11:15 AM Jun 09, 2022 IST | Vipul Pandya
વડોદરાની બહુચર્ચિત ક્ષમા બિંદુ નામની યુવતીએ ગઇકાલે પોતાની સાથે લગ્ન કરી લીધા છે. વિરોધ અને વિવાદના ડરથી તેણે નક્કી કરેલા દિવસ કરતા પહેલા જ લગ્ન કરી લીધા છે. જેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પોતાની જાત સાથે જ લગ્ન કરનારી તે ભારતની પહેલી મહિલા બની ગઇ છે. ત્યારે આજે ક્ષમા બિંદુએ પત્રકાર પરિષદ પણ કરી હતી.
પહેલા તેણે 11 જુને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદમાં તેણે વહેલા લગ્ન કરવા અંગે ખુલાસો આપતા કહ્યું કે મને શંકા હતી કે 11મી એ મારા લગ્ન થશે કે કેમ. જેથી ડરના કારણે લગ્ન જલ્દી કરી લીધા. શરૂઆતમાં ગણેશ પૂજા કરી ખુદને વરમાળા પેહરાવી. ત્યારબાદ સિંદૂર અને મંગળસૂત્રની રસમ પૂરી કરી અને બાદમાં ફેરા લીધા. મે ગઈકાલે સાંજે પાંચ વાગ્યે લગ્ન કર્યા છે. મેં અચાનક લગ્ન કર્યા જેથી મિત્રો અને સ્વજનો લગ્નમાં આવી ન શક્યા. ખુદ સાથે લગ્ન કર્યા બાદ હું ખુબ જ ખુશ છું.
લગ્નમાં પંડિત ના આવવા અંગે તેણે જણાવ્યું કે પંડિત લગ્ન કરાવી વિવાદમાં પાડવા નહોતા માંગતા. જેથી સ્પીકરના માધ્યમથી મંત્રો સાંભળી લગ્ન વિધિ પૂર્ણ કરી. ક્ષમાએ જણાવ્યું કે કાચમાં પોતાને દુલ્હનના પેહેરવેશમાં જોઈ આંખમાં આંસુ આવી ગયાં હતાં. સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવના કારણે મેં પોતાની સાથે જ લગ્નનો નિર્ણય લીધો છે. 
ક્ષમાએ કહ્યું કે લગ્ન બાદ મારી જિંદગી બેહતર થઈ ગઈ છે. હવેથી મારે કોઈના પર નિર્ભર નહીં રેહવુ પડે. ભવિષ્યમાં હું કોઈની પત્ની નહીં બનું અને બીજા લગ્ન પણ નહીં કરુ. મારે મારા લગ્નની નોંધણી પણ કરાવવી છે. હું પુછવા માંગુ છું કે લોકો મને ગાંડી કેમ કહે છે? આવા નિવેદનો કરનાર લોકોએ વિચારવું જોઈએ મારા પર શું અસર પડતી હશે? હું ટૂંક સમયમાં લગ્ન ની નોંધણી માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીશ. મેં મારી જાત માટે સેથામાં સિંદૂર ભર્યું છે. હું પોતાની જાતને ખૂબ પ્રેમ કરું છું.
Tags :
FirstWomentoMarryHerselfGujaratFirstKshmaBinduKshmaBinduMarriageKshmaBinduMarriageVadodaraSelfMarriageSelfMarriageinGujaratSelfMarriageNewsSologamySologamyMarriageક્ષમાબિંદુક્ષમાબિંદુલગ્નવડોદરા
Next Article