હિમાચલમાં 1.5 ફીટ બરફમાં ફસાયેલા પરિવારને વડોદરાના યુવકોએ બચાવ્યો
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે અને ઠેર ઠેર 1.5 થી 2 ફુટ સુધી સ્નો ફોલ સર્જાયો છે ત્યારે હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ કરવા ગયેલા સુરતના પરિવારનો ટેમ્પો ટ્રાવેલર સ્નોમાં ખુંપી જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. જો કે તે વખતે ત્યાં રહેલા વડોદરાના યુવાનોએ બરફમાં ખુંપી ગયેલા ટેમ્પો ટ્રાવેલરને 10 કિમી સુધી લઇ જઇ સલામત સ્થળે પહોંચાડી દીધો હતો. -8 ડીગ્રી તાપમાનમાં 4 વર્ષના બાળક સહિ
08:14 AM Feb 28, 2022 IST
|
Vipul Pandya

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ છે અને ઠેર ઠેર 1.5 થી 2 ફુટ સુધી સ્નો ફોલ સર્જાયો છે ત્યારે હિમાચલ પ્રદેશમાં ટ્રેકિંગ કરવા ગયેલા સુરતના પરિવારનો ટેમ્પો ટ્રાવેલર સ્નોમાં ખુંપી જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. જો કે તે વખતે ત્યાં રહેલા વડોદરાના યુવાનોએ બરફમાં ખુંપી ગયેલા ટેમ્પો ટ્રાવેલરને 10 કિમી સુધી લઇ જઇ સલામત સ્થળે પહોંચાડી દીધો હતો.
-8 ડીગ્રી તાપમાનમાં 4 વર્ષના બાળક સહિતના પરિવારને બચાવ્યો
વડોદરાના યુવાન ધૈવત પંડ્યાએ જણાવ્યું હતું કે, જમીનથી 8600 ફૂટ હિમાચલ પ્રદેશમાં આવેલા ખાજીઆર લેક પાસે સુરતના પરિવારને પહોંચવાનું હતું પણ ખરાબ હવામાનના કારણે તે પરિવાર જ્યોત નામક જગ્યાએ રોકાઈ ગયું. રાતના સમયે માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં નિર્મલ ભાઈ તેમના પરિવાર સાથે ફસાઈ ગયા હતા. તેમના પરિવારમાં એક 4 વર્ષનો દિકરો પણ હતો. આ સ્થળે માણસ પણ 1.5 થી 2 ફીટ સુધી અંદર ખુંપી જાય તેટલો સ્નો ફોલ હતો. આટલી કપરી પરિસ્થિતિમાં ત્યાંથી પસાર થઇ રહેલા વડોદરાના અક્ષય ભટ્ટ તથા સુભાષભાઈએ ગાડીની બેટરી બહાર કાઢીને ટ્રાવેલરને શરૂ કરી હતી. ટ્રાવેલરના ટાયર બરફમાં અંદર ખૂપી ગયા હતા. તેમ છતાં ચાલુ સ્નો ફોલમાં તેઓએ 10 કિમી ટ્રાવેલર ચલાવીને સુરતના પરિવારની આબાદ બચાવ કર્યો હતો.
કેદારનાથમાં પણ આ યુવકોએ લોકોને બચાવ્યા હતા
ગત વર્ષે પણ આ યુવાનોએ કેદારનાથમાં ફસાયેલા 100 લોકોને બચાવ્યા હતા તો ટ્રેકિંગ કરવા આવતા લોકોને તેમણે અનેક સ્પોટ પર બચાવ્યા છે. હાલ હિમાચલ પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થઇ રહી છે અને તાપમાનનો પારો એકદમ ગગડી જતાં ઠેર ઠેર બરફના થર જામ્યા છે. વડોદરાના યુવાનોએ બર્ફબારીમાં ફસાયેલા સુરતના પરિવારને હેમખેમ સલામત રીતે ખસેડી લીધો હતો