Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બહુચર્ચિત હરીશ અમીનના ભેદી મોતનો મામલો ઉકેલાયો, 6 આરોપીઓની ધરપકડ

વડોદરાનાં બહુચર્ચિત હરીશ અમીનનાં ભેદી મોતનો મામલો ઉકેલાઇ ગયો છે. ઓર્ચિડ ફાર્મના માલિક હરીશ અમીનની તેમને ત્યાં જ કામ કરતાં માણસોએ 91 લાખ રૂ.ની લેતી દેતીમાં હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બે મહિના અગાઉ વડોદરા શહેર નજીક આવેલા શેરખીના સોનારકુઇ ગામ નજીક આવેલા અમીન ઓર્ચિડ ફાર્મના માલિક, બિલ્ડર અને ઉદ્યોગપતિ હરીશ દાદુભાઇ અમીનનું રહસ્યમય રીતે મોત થયુ હતુ. જેમાં સિંઘરોટ રોડ પરની મિàª
બહુચર્ચિત હરીશ અમીનના ભેદી મોતનો મામલો ઉકેલાયો  6 આરોપીઓની ધરપકડ

વડોદરાનાં
બહુચર્ચિત હરીશ અમીનનાં ભેદી મોતનો મામલો ઉકેલાઇ ગયો છે. ઓર્ચિડ ફાર્મના માલિક
હરીશ અમીનની તેમને ત્યાં જ કામ કરતાં માણસોએ
91
લાખ રૂ.ની લેતી દેતીમાં હત્યા કરી
હોવાનો ઘટસ્ફોટ થયો છે. બે મહિના અગાઉ વડોદરા શહેર નજીક આવેલા શેરખીના સોનારકુઇ
ગામ નજીક આવેલા અમીન ઓર્ચિડ ફાર્મના માલિક
,
બિલ્ડર અને ઉદ્યોગપતિ હરીશ દાદુભાઇ
અમીનનું રહસ્યમય રીતે મોત થયુ હતુ. જેમાં સિંઘરોટ રોડ પરની મિનિ નદી નજીક વહેલી
સવારે તેઓની ઇકો કાર ભેદી સંજોગોમાં સળગી જતાં હરીશ અમીન જીવતા ભૂંજાઇ ગયા હતા.

Advertisement

 

બિલ્ડર
હરીશ અમીનના બે વહીવકર્તાઓએ નાણાં પરત આપવા ન પડે તે માટે હત્યાનું ષડયંત્ર રચ્યુ
હોવાનો ખુલાસો થયો છે. હરીશ અમીનના રહસ્યમય મોતનો ભેદ પોષ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. ન
ઉકેલી શક્યુ પણ આ રહસ્યમય બનાવમાં હરીશ અમીનનો તમામ વહિવટ સંભાળતા બે ભાઇઓએ રૂપિયા
91 લાખ પરત આપવા ન પડે તે માટે માલિક હરીશ અમીનને મોતને ઘાટ ઉતારી
દીધા હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસે આ બનાવમાં બે ભાઇઓ સહિત છ વ્યક્તિની
ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
  

Advertisement

 

અમીન
ઓર્ચિડ ફાર્મના માલિક હરીશ દાદુભાઇનું મોત થયા કેટલાકે શંકા જાહેર કરી હતી. આ
મામલે
SOG, LCB અને વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસની ત્રણેય ટીમ મળીને આ મામલાની
ગુપ્ત તપાસ કરી રહી હતી.
  આ બનાવમાં પોલીસે બે ભાઇઓ પ્રવિણ જેનુભાઇ માલવીયા, ભરત જેનુભાઇ માલવીયા
અને પ્રવિણ માલવીયાની પત્ની લક્ષ્મીબહેન તેમજ ગામના સુનિલ બારીયા
, સોમા બારીયા અને
સુખરામ ઉર્ફ શંભુ ડામોરની ધરપકડ કરવામાં આવી હતી. જેઓની પૂછપરછમાં હરીશ અમીનની
હત્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ઘટના બાદ
15-15
લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યુ
હતું
.

Advertisement

 

ભરત
માલવીયાએ હરીશભાઇ અમીન પાસેથી રૂપિયા
70
લાખ 
અને પ્રવીણ માલવીયાએ રૂપાયા  21 લાખ
લીધા હતા. આ રમક પરત લેવા માટે હરીશભાઇ અમીન અવાર-નવાર ઉઘરાણી કરતા હતા. આથી આ
બન્ને ભાઇઓએ રકમ પરત આપવી ન પડે તે માટે હરીશભાઇને મારી નાંખવા માટે ષડયંત્ર રચ્યુ
હતું અને આ ષડયંત્રમાં ગામના ત્રણ વ્યક્તિઓ સુનિલ બારીયા
, સોમા બારીયા અને
સુખરામ ઉર્ફ શંભુ ડામોરને
  15-15 લાખ રૂપિયા આપવાનું નક્કી કરીને લાવ્યા હતા.  બનાવનાં
દિવસે તમામ છ ભેગા થયા હતા. પ્રવીણ માલીવાડ અને તેની પત્ની લક્ષ્મી માલીવાડ ઓર્ચિડ
ફાર્મ પર રેકી કરવા માટે ગયા હતા. હરીશભાઇ આ ફાર્મમાં એકલા જ રહેતા હતા. આરોપીઓ
દિવાલ કૂદીને અંદર પહોંચ્યા હતા. હરીશભાઇને પકડીને ઇકો ગાડીમાં બેસાડ્યા હતા.
ફાર્મમાં રહેતા બન્ને ભાઇઓ અને અન્ય બહારથી આવેલા બે લોકો ગાડીમાં જ બેઠા હતા.
આરોપીઓ અન્ય એક ગાડી પણ સાથે લાવ્યા હતા. જેમાં પેટ્રોલનો ડબ્બો પણ હતો.

 

પથ્થર
અને લાકડાથી માર મારીને હરીશભાઇને બેભાન કર્યા

તેમણે
વધુમાં જણાવ્યું હતું કે
પહેલા આરોપીઓ હરીશ અમીનને શેરખીથી લઇને સિંધરોટ ગયા હતા. ત્યાં
એક જગ્યાએ હરીશભાઇને ગાડીમાંથી ઉતારીને કોતરમાં લઇ ગયા હતા. પથ્થર અને લાકડાથી માર
મારીને હરીશભાઇને બેભાન કરી દીધા હતા. હરીશભાઇ બે ભાન થયા બાદ
  ગાડીમાં
બેસાડી નિકળી ગયા હતા. હરીશભાઇના મોતને અકસ્માતમાં ખપાવવા માટે રસ્તામાં ગાડીની
એક્સીડેન્ટ કરાવીને એક મોટી પાઇપલાઇન સાથે ગાડીને અથડાવી દીધી હતી. આ દરમ્યાન
આરોપીઓ નીચે ઉતરીને હરીશભાઇને પાછળથી લાવીને આગળ ડ્રાઇવિંગ સીટ પર બેસાડી દીધા
હતા. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે આરોપીઓ અન્ય એક ગાડી સાથે લાવ્યા હતા.
તેમાં પેટ્રોલ હતુ. આ પેટ્રોલ હરીશભાઇ બેઠા હતા તે ગાડીમાં નાખ્યું અને ગાડીને
સળગાવી દીધી હતી. આ અકસ્માતમાં હરીશભાઇ ઇકો ગાડીમાં જ બળીને ભરથું થઇ ગયા હતા.

 

જિલ્લા
પોલીસ વડાએ જણાવ્યું હતુ કે
, પોલીસે આ બનાવમાં એક મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી છે. પ્રવીણ
માલીવાડ અને ભરત માલીવાડ બન્ને ભાઇઓ હરીશભાઇનાં ફાર્મમાં તમામ કામ સંભાળતા હતા અને
નાણાકીય વ્યવહાર પણ સંભાળતા હતા. આ ઘટના બન્યા બાદ તમામ આરોપીએ ફોન બંધ કરી દીધા
હતા.
  હાલ તમામ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ મામલે વડોદરા તાલુકા
પોલીસ સ્ટેશનમાં હત્યા
, અપહરણનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન
કરવામાં આવશે. અને શક્ય તેટલા તમામ પુરાવા ભેગા કરીને આરોપીઓને શક્ય તેટલી સજા
કરાવવામાં આવશે.
 

 

હરીશ
અમીનની લાશ એટલી સળગી ગઇ હતી કે
, પોષ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. રિપોર્ટમાંથી કોઇ કડી મળી ન હતી.
પરંતુ
, જિલ્લા પોલીસ તંત્રની ટીમની ચાલી રહેલી ગુપ્ત તપાસમાં એસ.ઓ.જી.ના
એ.એસ.આઇ. મુકેશભાઇ કંચનભાઇને મહત્વની કડી મળતા હરીશ અમીનના રહસ્યમય મોતનો પર્દાફાશ
થયો છે. આ ઉપરાંત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
,
એસ.ઓ.જી. અને તાલુકા પોલીસની સંયુક્ત
તપાસથી આ પડકારરૂપ બનાવનો ભેદ ઉકેલાયો છે.
 

Tags :
Advertisement

.