Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાવાસીઓ મુશ્કેલીમાં, મહિલા નેતા છે મોજમાં

વડોદરામાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં રીલ બનાવીને શરમ નેવે મૂકી છે. જ્યારે શહેર પૂરના કારણે મુશ્કેલીમાં હતું, ત્યારે ચાર્મી પટેલ અને તેમના પતિએ પાણીમાં મજા કરતાં વિડિઓ બનાવી, જે તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ...
06:56 PM Aug 31, 2024 IST | Hiren Dave

વડોદરામાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં રીલ બનાવીને શરમ નેવે મૂકી છે. જ્યારે શહેર પૂરના કારણે મુશ્કેલીમાં હતું, ત્યારે ચાર્મી પટેલ અને તેમના પતિએ પાણીમાં મજા કરતાં વિડિઓ બનાવી, જે તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પૂરના પાણીમાં જ એ સમયે નાગરિકો પૂરગ્રસ્ત બની ભૂખ્યા-તરસ્યા હતા, ત્યારે આ પ્રકારની રીલ બનાવવી અને મજા કરવી લોકોને નિરાશ કરે છે. ચાર્મી પટેલ, જેઓ ભાજપ સંગઠનના એક હોદ્દેદાર સાથે ખાસ નજીક છે, તેમનો આ વિવાદ પહેલો નથી. અગાઉ પણ ચાર્મી પટેલના નામે અનેક વિવાદોમાં સામેલ થવાનું નામ ઊછળ્યું છે. આ ઘટના ભાજપ માટે પણ શરમજનક બની છે, અને અનેક લોકોએ આ કામગીરીની કટાક્ષ કરતાં નારાજગી વ્યક્ત કરી છે.

Tags :
BJPChinTapakDumDumGujaratGujaratFirstReelsSocialmediaVadodara
Next Article