Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવરાત્રી નજીક આવી રહી છે છતાં ભવનાથ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ ગોકળગાય ગતિએ...

જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય છે, લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, મહાશિવરાત્રીને હવે એક મહિનાનો સમય પણ બાકી નથી, તેમ છતાં હજુ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગામો પૂરા થયા નથી, રસ્તા ખરાબ હાલતમાં છે, મનપાએ શિવરાત્રી પહેલાં કામ પૂરૂં કરવાની ખાત્રી આપી છે પરંતુ ભૂગર્ભ ગટરનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોય તેમ જણાય રહ્યું છે ત્યારે ભવનાથ વિસ્તારમાં રસ્તા અને ગટરના કામો વàª
શિવરાત્રી નજીક આવી રહી છે છતાં ભવનાથ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ ગોકળગાય ગતિએ
જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાય છે, લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, મહાશિવરાત્રીને હવે એક મહિનાનો સમય પણ બાકી નથી, તેમ છતાં હજુ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગામો પૂરા થયા નથી, રસ્તા ખરાબ હાલતમાં છે, મનપાએ શિવરાત્રી પહેલાં કામ પૂરૂં કરવાની ખાત્રી આપી છે પરંતુ ભૂગર્ભ ગટરનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોય તેમ જણાય રહ્યું છે ત્યારે ભવનાથ વિસ્તારમાં રસ્તા અને ગટરના કામો વહેલી તકે પૂરાં થાય તેવી સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
બે મોટા અવસર
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સમગ્ર વર્ષ દરમિયાન બે મોટા અવસર આવે છે જ્યારે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ભવનાથમાં  ઉમટી પડે છે, મહાશિવરાત્રી અને લીલી પરિક્રમા... આ બે ઉત્સવો એવા છે કે જેમાં જૂનાગઢ શહેર અને ભવનાથ તળેટીમાં પગ મુકવાની જગ્યા નથી રહેતી એમ કહીએ તો ખોટું નથી...
15મી ફેબ્રુઆરીએ શિવરાત્રીનો મેળો
આગામી 15 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ થશે અને લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથમાં આવશે, 15 ફેબ્રુઆરીને હવે એક મહિનો પણ બાકી નથી એટલે સમય વિતી રહ્યો છે પરંતુ ભવનાથ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ ખુટ્યા નથી, હજુ પણ ભૂગર્ભ ગટર માટે ખોદકામ ચાલુ છે, રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ક્યાંક હજુ પાઈપ નાખવાના બાકી છે તો ક્યાંક પાઈપ અને કુંડી નખાય ગયા છે તો પેચવર્ક બાકી છે, રસ્તો ડાયવર્ઝન કરાયો છે, એટલું જ નહીં પણ ભૂગર્ભ ગટરના જ્યાં કામ થયા છે ત્યાં પાણીની લાઈનમાં ભંગાણ થયું છે અને પાણી ગટરમાં જઈ રહ્યું છે, આમ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને ધ્યાન દેવા વાળું કોઈ નથી, રસ્તામાં કાંકરીના ઢગલાં પડ્યા છે અને કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું હોય તેમ જણાય છે.
ભૂગર્ભ ગટરની કામગીરી
છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, છતાં કામ હજુ પરૂં નથી થયું જેથી શહેરના જાગૃત નાગરીક દ્વારા આ અંગે વહેલી તકે કામ પૂરૂં કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. રસ્તાની બિસ્માર હાલતમાં લાખોની સંખ્યામાં આવતાં ભાવિકોને તો મુશ્કેલી પડી જ શકે સાથોસાથ ટ્રાફીક સમસ્યા પણ સર્જાય તેવી સંભાવના છે. જો કે આ અંગે મનપાના સત્તાધીશોએ 5 ફેબ્રુઆરી સુધીમાં કામ પૂર્ણ થઈ જશે તેવી ખાત્રી આપી છે પરંતુ હજુ ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે, તે પૂરાં થાય પછી પેચવર્ક અને ત્યારબાદ રસ્તાના કામ. આમ હજુ કામની ભરમાર છે ત્યારે મનપા જો યુધ્ધના ધોરણે કામ કરે તો પણ અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઝડપથી કરેલા કામની ગુણવત્તા કેવી હશે, શું કામની ગુણવત્તા જળવાશે.. કે પછી હંગામી રીતે થીંગડા જેવા કામ કરીને ફરીથી નવા કામ શરૂ થશે.. તંત્રને આ અંગે પરીક્રમા સમયે જ ધ્યાન દોરાયું હતું પરંતુ હવે શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢ મનપા માટે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ સર્જાય તો નવાઈ નહીં...
મહાશિવરાત્રીના મેળાને લઘુકુંભમેળાનો દરજ્જો
જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને લઘુકુંભમેળાનો દરજ્જો અપાયો છે, દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળો માણવા આવે છે, ભવનાથ તળેટીમાં આવેલા મંદિરો, અખાડાઓ, આશ્રમો અને ધાર્મિક સ્થાનોમાં નોમને દિવસે ધજા ચઢે છે, ભજન અને ભોજનનો આ મેળો માણી લોકો પુણ્યનું ભાથું બાંધતાં હોય છે, ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રીના દિવસે જુદા જુદા અખાડાઓની રવાડી નીકળે છે, નાગાસાધુઓની રવાડી ભવનાથ વિસ્તારમાં ફરે છે અને મધ્યરાત્રીએ ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં નાગાસાધુઓનું શાહીસ્નાન થાય છે અને ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથ મહાદેવજીની મહાઆરતી સાથે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો સંપન્ન્ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.