Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપણા બધા જ જાહેર માધ્યમો પોતાની રજૂઆતમાં સભાન બને, માતૃભાષાનો ઉપયોગ કરે

હમણાં હમણાં ખાસ કરીને વર્તમાન પત્રોમાં રોડ અને રસ્તાઓ ઉપર થતાં અકસ્માતોના સમાચારો માટે'હિટ એન્ડ રન' એવી હેડ લાઈનનો ઉપયોગ કરાય છે આવા બીજા પણ ઘણા ઉદાહરણો તમને યાદ આવશે જેમકે મોબ લીન્ચિંગ crowd વગેરે વગેરે.એક બાજુ આપણે આપણી માતૃભાષાને ગુજરાતી અને ભૂલતી અટકાવી છે એનું સંવર્ધન કરવું છે. નવી પેઢીને આપણી ભાષાના વૈભવ સુધી દોરી જવા છે અને એ માટે બહુ મોટા મોટા આયોજનો, પ્રદર્શનો,  ચર્ચાઓ ક્યાàª
આપણા બધા જ જાહેર માધ્યમો પોતાની રજૂઆતમાં સભાન બને  માતૃભાષાનો ઉપયોગ કરે
હમણાં હમણાં ખાસ કરીને વર્તમાન પત્રોમાં રોડ અને રસ્તાઓ ઉપર થતાં અકસ્માતોના સમાચારો માટે"હિટ એન્ડ રન" એવી હેડ લાઈનનો ઉપયોગ કરાય છે આવા બીજા પણ ઘણા ઉદાહરણો તમને યાદ આવશે જેમકે મોબ લીન્ચિંગ crowd વગેરે વગેરે.
એક બાજુ આપણે આપણી માતૃભાષાને ગુજરાતી અને ભૂલતી અટકાવી છે એનું સંવર્ધન કરવું છે. નવી પેઢીને આપણી ભાષાના વૈભવ સુધી દોરી જવા છે અને એ માટે બહુ મોટા મોટા આયોજનો, પ્રદર્શનો,  ચર્ચાઓ ક્યારેક રેલીયો વગેરે પણ કાઢવામાં આવે છે.  હવે પ્રશ્ન એ થાય છે કે આપણી નવી પેઢી વર્તમાન પત્રો, ટેલિવિઝન અને કંઈક અંશે રેડિયોથી પ્રભાવિત થઈ રહી છે. સોશિયલ મીડિયા પણ એક માધ્યમ ગણી શકાય. આજે માતૃભાષાને લાગેવળગે છે ત્યાં સુધી આકાશવાણી અમદાવાદ વડોદરા અને રાજકોટ જેવા કેન્દ્રોને બાદ કરતા-રેડિયો ઉપર પણ હમણાં હમણાં ફૂટી નીકળેલી ગુજરાતી એફ એમ ચેનલો ઉપર  ગુજરાતી ભાષામાં બેફામ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનું એક રિવાજ કે કહો કે એક ફેશન વધતી જઈ રહી છે.
આપણે વાત કરતા હતા હિટ એન્ડ રન. કોઇ વાહનચાલક કોઈ બીજા વાહન સાથે અથડાઈ પડે અને પછી એમાંથી એક વાહન ચાલક ભાગી જાય અથવા તો કોઈ એક વાહન ચાલક કોઈ એક રાહદારીને ટક્કર મારીને ઉભા રહ્યા વગર પોતાનું વાહન લઈને જતો રહે એ સમાચારને આપણે શીર્ષક આપીએ છીએ"હિટ એન્ડ રન"
શા માટે આ ત્રણ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ આ સમાચારો માટે કરવામાં આવતો હશે તેનો કોઈ જવાબ આપણી પાસેથી મળતો નથી. બીજુ છાશવારે વર્તમાનપત્રોના સમાચારોમાં કે કહેવાતી કેટલીક એફ એમ રેડીયો ચેનલો ઉપરના શિક્ષકો દ્વારા વાપરવામાં આવતી આપણી માતૃભાષાને વધારે પડતી અંગ્રેજી શૈલીમાં રજૂ કરવાની ફેશન અને એથીય આગળ વધીને એક જ વાક્યમાં શબ્દો હોય તો ક્યારેક શબ્દો અંગ્રેજીના એમાં વાપરવાની એક ફેશન જે ચાલી છે તેનું પણ કોઈ તાર્કિક કારણ મળતું નથી.
આપણે આપણી માતૃભાષાના ચેતન માટે સજાગ બન્યા છીએ ત્યારે આપણા બધા જ જાહેર માધ્યમો પોતાની રજૂઆતમાં સભાન બને અને આપણી માતૃભાષાની સુગંધથી તરબતર શબ્દોનું શબ્દપ્રયોગોનો, કહેવતોનો,  રુઢિપ્રયોગોનો ઉપયોગ કરવાનું વલણ સ્વીકારીએ તો એની બહુ મોટી અસર સકારાત્મક અસર પ્રજા ઉપર એટલે કે લોકો ઉપર અને ખાસ કરીને નવી પેઢી ઉપર પડશે અને એ રીતે જાહેર માધ્યમો પણ માતૃભાષાના જતનમાં એક સારી પાઠશાળાનું કર્તવ્ય બજાવ્યાનો સંતોષ લઈ શકશે અને એ રીતે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી શકશે.
Advertisement
Tags :
Advertisement

.