ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો તમારો પાર્ટનર દૂર રહે છે તો નજીક લાવવા અપનાવો આ ટિપ્સ

સામાન્ય  રીતે નવા પ્રેમની શરૂઆતમાં ઘણા લોકો તેમના પાર્ટનરને ખુશ કરવા માટે કંઈ પણ કરતાં હોય છે. શોપિંગથી લઈને મોંઘી ગિફ્ટ આપવા સુધી, તેમની દરેક નાની-મોટી ઈચ્છા પૂરી કરવાના તમામ પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ.પરંતુ કેટલીકવાર કામની વ્યસ્તતાને લીધે તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા અને તેને તમારી નજીકનો અહેસાસ કરાવવા જેવી નાની-નાની બાબતોને  ટાળીએ છીએ.સામાન્ય રીતે કોઈ પણ સબ
11:30 AM Jun 11, 2022 IST | Vipul Pandya
સામાન્ય  રીતે નવા પ્રેમની શરૂઆતમાં ઘણા લોકો તેમના પાર્ટનરને ખુશ કરવા માટે કંઈ પણ કરતાં હોય છે. શોપિંગથી લઈને મોંઘી ગિફ્ટ આપવા સુધી, તેમની દરેક નાની-મોટી ઈચ્છા પૂરી કરવાના તમામ પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ.પરંતુ કેટલીકવાર કામની વ્યસ્તતાને લીધે તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા અને તેને તમારી નજીકનો અહેસાસ કરાવવા જેવી નાની-નાની બાબતોને  ટાળીએ છીએ.
સામાન્ય રીતે કોઈ પણ સબંધની શરૂઆતમાં પ્રેમ અને લાગણીઓ વધારે મહત્વની હોય છે. તેમાં પણ જયારે તમે  તમારા પાર્ટનરને પ્રેમથી ગળે લગાડો છો એ માત્ર ભાવનાત્મક જોડાણ જ નથી પણ એક સુંદર સંબંધનો પાયો પણ છે. તેમ પણ કોઈપણ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હોય છે. ત્યારે  આપણે  આવી પરિસ્થિતિમાં  સમય કાઢીને તમારા પાર્ટનરને આપવામાં આવેલ જાદુઈ આલિંગન તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનું કામ કરે છે. આવો જાણીએ જાદુઈ આલિંગનના ફાયદાઓ વિશે.
હૃદય મજબૂત બને છે:
જાદુઈ જપ્પી આપવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાં, જ્યારે તમે તમારા પાર્ટનરને પ્રેમથી ભેટો છો, ત્યારે હૃદયના ધબકારા એક ક્ષણ માટે બંધ થઈ જાય છે. જે તમારા હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે.
સુરક્ષાની ભાવના:
કેટલીકવાર જ્યારે તમે ડરી જાઓ છો, ત્યારે તમે કોઈને નજીકથી ગળે લગાવો છો. દેખીતી રીતે જે  તમને સુરક્ષાની ભાવના આપે છે. એ જ રીતે, તમારા પાર્ટનરને ગળે લગાવીને તમે તેને સુરક્ષિત અનુભવી શકો છો.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરશે:
પાર્ટનરને જાદુઈ આલિંગન આપવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે, તેથી તમારા પાર્ટનરને રોજ ગળે લગાવવાથી પણ બીપી કંટ્રોલ કરવાનું કામ કરે છે.
થાક દૂર થશે:
જો તમારો પાર્ટનર સાંજે કામથી થાકીને ઘરે પહોંચે છે, તો તમારો પ્રેમાળ સ્પર્શ અને આલિંગન એ ખૂબ જ હળવાશની લાગણી છે, જે તેનો થાક પણ ચપટીમાં દૂર કરે છે.
Tags :
GujaratFirstLifeStylemethodspartnercloserwanttobring
Next Article