Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ, સંક્રમણના કોઇ લક્ષણો નથી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ થયા છે. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા નથી મળ્યા. કમલા હેરિસ કોરોના પોઝિટિવ થતા તેઓ આઇસોલેટ થઇ ગયા છે. જ્યાં સુધી સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનેથી કામ કરવાનું ચાલુ રાખશે.US Vice President Kamala Harris has tested positive for COVID-19. She has exhibited no symptoms and will isolate herself and w
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ  સંક્રમણના કોઇ લક્ષણો નથી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ થયા છે. ઉપરાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ તેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જોવા નથી મળ્યા. કમલા હેરિસ કોરોના પોઝિટિવ થતા તેઓ આઇસોલેટ થઇ ગયા છે. જ્યાં સુધી સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનેથી કામ કરવાનું ચાલુ રાખશે.
Advertisement

આ તરફ વ્હાઇટ હાઉસ દ્વારા પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસે મંગળવારે કહ્યું કે કમલા હેરિસ રેપિડ અને પીસીઆર બંને ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. જો કે તેઓમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. કોવિડ-19ના સંપર્કમાં આવ્યા બાદ હેરિસે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે તેના ઘરેથી કામ કરશે. સાથે જ નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે તેઓ હાલમાં રાષ્ટ્રપતિ જો બાઇડેનના સંપર્કમાં પણ નહોતા આવ્યા. 
હાલમાં તેઓ જે લોકોના સંપર્કમાં આવ્યા હતા, તથા તેમના સ્ટાફના ટેસ્ટ કરવામાં આવશે. ઉપરાંત એવી વાત પણ જાણવા મળી છે કે કમલા હેરિસે કોરોના વેક્સિનના બે ડોઝ તથા બુસ્ટોર ડોઝ પણ લીધો છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. 
Tags :
Advertisement

.