Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

USના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના નિવાસસ્થાને મનાવી દિવાળી, જુઓ Video

રોશનીનો તહેવાર દિવાળી ભારતથી લઈને અમેરિકા સુધી જોવા મળે છે. શુક્રવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Herris)એ ખાસ રીતે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે ભારતીય-અમેરિકનો સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને હાથમાં ફૂલજળી લઈને દિવાળીની ઉજવણી કરી હતી. જેનો વિડીયો તાજેતરમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કમલા હેરિસે મનાવી દિવાળીઅમેરિકાના ઉપરાષ્ટ્à
usના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના નિવાસસ્થાને મનાવી દિવાળી  જુઓ video
રોશનીનો તહેવાર દિવાળી ભારતથી લઈને અમેરિકા સુધી જોવા મળે છે. શુક્રવારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Vice President Kamala Herris)એ ખાસ રીતે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે ભારતીય-અમેરિકનો સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને હાથમાં ફૂલજળી લઈને દિવાળીની ઉજવણી કરી હતી. જેનો વિડીયો તાજેતરમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. 
કમલા હેરિસે મનાવી દિવાળી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સત્તાવાર નિવાસસ્થાને શુક્રવારે રોશનીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે 100 થી વધુ અગ્રણી ભારતીયો અને અમેરિકનોને પ્રકાશના તહેવારની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સત્તાવાર નિવાસસ્થાન નેવલ ઓબ્ઝર્વેટરીને રંગબેરંગી રોશની અને માટીના દીવાઓથી શણગારવામાં આવ્યું હતું. 'પાણીપુરી'થી માંડીને પરંપરાગત મીઠાઈઓ અને સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓની વ્યવસ્થા મહેમાનો માટે કરવામાં આવી હતી.
બાળપણના દિવસો કર્યા યાદ
ચેન્નાઈમાં તેમના દાદા-દાદી સાથે મનાવવાના તેમના બાળપણના દિવસોને યાદ કરતાં હેરિસે કહ્યું કે, દિવાળી સંસ્કૃતિ અને સમુદાયોથી પરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની સુસંગતતા અને અંધકારની ક્ષણોમાં પ્રકાશ નાખવાથી પ્રેરિત થવા વિશે છે. આ તે ક્ષણો છે જ્યારે દિવાળી જેવો તહેવાર આપણને અંધકારમય સમયમાં પ્રકાશ લાવવાની શક્તિના મહત્વની યાદ અપાવે છે.
બોલિવૂડ ગીતો પર કર્યું પરફોર્મ
હેરિસે મહેમાનોને ફૂલજળીઓ આપી હતી. બધાએ એકબીજાને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. અગાઉ છોકરીઓના જૂથે 'જય હો' અને 'ઓમ શાંતિ' જેવા લોકપ્રિય બોલિવૂડ હિટ ગીતો પર પરફોર્મ કર્યું હતું. આ પ્રસંગે સર્જન જનરલ ડૉ.વિવેક મૂર્તિ, રાષ્ટ્રપતિના વિશેષ સલાહકાર નીરા ટંડન, બાઈડેનના ભાષણકાર વિનય રેડ્ડી અને ભારતમાં યુએસના ભૂતપૂર્વ રાજદૂત રિચ વર્મા હાજર હતા.
દિવાળી અમેરિકન સંસ્કૃતિનો મુખ્ય ભાગ : ઇન્ડિયાસ્પોરાના સ્થાપક
દિવાળીની ઉજવણી કરવા હેરિસના નિવાસસ્થાને પહોંચેલા ઇન્ડિયાસ્પોરાના સ્થાપક એમઆર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે, "એક અમેરિકન તરીકે, તમામ ધર્મોના તહેવારોને મુખ્ય પ્રવાહમાં આવતા જોઈને મને ગર્વ છે. આ વિવિધતા છે. દિવાળી ખરેખર અમેરિકન સંસ્કૃતિનો મુખ્ય ભાગ બની ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.