Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-રશિયાના સંબંધો પર અમેરીકાનું નિવેદન, કહી આ વાત

ભારત અને રશિયાના સંબંધો (India Russia relation) દશકો જુના છે અને બંન્ને દેશો કૂટનૈતિક અને વ્યાપારિક ભાગીદાર રહ્યાં છે. યૂક્રેન વિરૂદ્ધ યુદ્ધ પછીથી રશિયાને દુનિયામાં એકલું પાડી દેવા માટેના પ્રયાસો થતાં રહ્યાં જેમાં અમેરીકાની ભૂમિકા સૌથી મહત્વની છે. જોકે આ મામલે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે અને અગાઉ પણ વાતચીતથી શાંતિ સ્થાપવાની અપીલ કરવામાં આવી ચૂકી છે. પરંતુ અમેરીકાને ભારત અને રશિયાàª
ભારત રશિયાના સંબંધો પર અમેરીકાનું નિવેદન  કહી આ વાત
ભારત અને રશિયાના સંબંધો (India Russia relation) દશકો જુના છે અને બંન્ને દેશો કૂટનૈતિક અને વ્યાપારિક ભાગીદાર રહ્યાં છે. યૂક્રેન વિરૂદ્ધ યુદ્ધ પછીથી રશિયાને દુનિયામાં એકલું પાડી દેવા માટેના પ્રયાસો થતાં રહ્યાં જેમાં અમેરીકાની ભૂમિકા સૌથી મહત્વની છે. જોકે આ મામલે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે અને અગાઉ પણ વાતચીતથી શાંતિ સ્થાપવાની અપીલ કરવામાં આવી ચૂકી છે. પરંતુ અમેરીકાને ભારત અને રશિયાનો વ્યાપારિક સંબંધ પચી નથી રહ્યો અને આ કારણે જ અમેરીકાએ ફરીવાર બન્ને દેશોના સંબંધને લઈને નિવેદન આપ્યું છે. અમેરીકાએ કહ્યું કે, ભારતના રશિયા સાથેના સંબંધો દશકો જુના છે. તેથી પોતાની વિદેશનીતિમાં રશિયા પ્રત્યનું વલણ હટાવવા લાંબો સમય લાગશે.
અમેરીકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસીને (Ned Price) ભારત અને રશિયા ઓઈસ, ફર્ટિલાઈઝર અને રશિયન ડિફેન્સ સિસ્ટમ ખરીદવા વિશે સવાલ પુછવા પર અમેરીકાના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, કોઈ અન્ય દેશની વિદેશ નીતિ (India’s foreign policy) વિશે વાત કરવી જોઈએ નહી. નેડ પ્રાઈસે કહ્યું, પણ ભારત તરફથી અમે જે સાંભળ્યું છે, હું તે વિશે વાત કરી શકું છું. અમે દુનિયાભરના દેશોને યૂક્રેન પર રશિયાના હુમલા વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (United Nations General Assembly) પોતાતા મત સહિત અનેક વાતો પર સ્પષ્ટપણે વાત કરતા જોયા છે. અમે તે વાત પણ સમજીએ છીએ અને મેં હમણાં જ થોડીવાર પહેલા કહ્યું કે આ લાઈટ સ્વિચ ઓફની જેમ નથી.
વધુમાં આગળ તેમણે કહ્યું કે, આ સમસ્ય ખાસ કરીને તે દેશો સાથે જે જેના રશિયા સાથે ઐતિહાસિક સંબંધો છે. આવું જ ભારતના કિસ્સામાં છે, તેમની સાથે સંબંધ દશકો જુનો છે. ભારતને પોતાની વિદેશી નીતિમાં (India’s foreign policy) રૂશિયા તરફનો ઝુકાવ હટાવવા માટે લાંબો સમય લાગશે. યૂક્રેન પર રશિયાએ 24 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. જે બાદ અમેરીકા અને યૂરોપીયન દેશોએ તેના પર સખ્ત પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે પશ્ચિમી દેશોની ટીકા છતાં રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઓઈલની આયાત વધારી તેની સાથે વેપાર શરૂ રાખ્યો છે.
અમેરીકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા પ્રાઈસે (Ned Price) રશિયા, ચીન અને ભારત સહિત અન્ય દેશોના બહુપક્ષીય સેન્ય અભ્યાસ સાથે જોડાયેલા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે, દેશ પોતાના નિર્ણયો પોતે લેતા હોય છે. આ નક્કી કરવું તેમનો પૂર્ણ અધિકાર છે કે તેમણે કયા સૈન્ય અભ્યાસમાં ભાગ લેવો છે. હું તે પણ ઉલ્લેખ કરીશ કે આ ડ્રીલમાં ભાગ લઈ રહેલા મોટા ભાગના દેશો અમેરીકાની સાથે પણ નિયમિતપણે મિલિટ્રી ડ્રીલ કરે છે. મને આ એક્ટિવિટી સાથે જોડાયેલી અન્ય કોઈ વાત દેખાઈ રહી નથી. હવે વ્યાપારિક વિષય છે કે અમે ચીન અને રશિયા વચ્ચે સુરક્ષા સહિત અનેક ક્ષેત્રમાં સંબંધ વિકસતા જોયા છે. અમે રશિયા અને ઈરાન વચ્ચે સંબંધો વધતા જોયા છે અને અમે જાહેરમાં તેના પર નિવેદન આપ્યું છે. આ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈને ચીન (China) અને રશિયા (Russia) જેવા દેશોના દ્રષ્ટિકોણને ધ્યાને રાખી ચિંતાની વાત છે.
Advertisement
Tags :
Advertisement

.