Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકાના સ્પીકર નેન્સી પોલીસી દક્ષિણ કોરિયા જવા માટે રવાના

અમેરિકાના સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લીધા બાદ હવે દક્ષિણ કોરિયા જવા નિકળી ગયા છે. અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે પેલોસી 2 ઓગસ્ટના રોજ તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચ્યા હતા. બુધવારે તેમણે તાઈવાનની સંસદને સંબોધિત પણ કરી હતી. નેન્સીએ રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત પણ કરી હતીતે સમયે પેલોસીએ કહ્યું હતું કે સુરક્ષાના મુદ્દે અમેરિકા તાઈવાનનો સાથ આપશે. અમે દરેક
12:09 PM Aug 03, 2022 IST | Vipul Pandya

અમેરિકાના સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લીધા બાદ હવે દક્ષિણ કોરિયા જવા નિકળી ગયા છે. અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે પેલોસી 2 ઓગસ્ટના રોજ તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચ્યા હતા. બુધવારે તેમણે તાઈવાનની સંસદને સંબોધિત પણ કરી હતી. નેન્સીએ રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત પણ કરી હતી

તે સમયે પેલોસીએ કહ્યું હતું કે સુરક્ષાના મુદ્દે અમેરિકા તાઈવાનનો સાથ આપશે. અમે દરેક ક્ષણે તેમની સાથે છીએ. અમે તાઈવાન સાથેની મિત્રતા બદલ ગૌરવ અનુભવી છીએ. અમેરિકાએ 43 વર્ષ અગાઉ તાઈવાનની સાથે રહેવાનું જે વચન આપ્યું હતું તે આ વચન પ્રત્યે આજે પણ અમે કટિબદ્ધ છીએ.

નેન્સીનો તાઈવાન પ્રવાસ અને ચીનનો વિરોધ
અમેરિકાની સંસદના નીચલા ગૃહ  હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી અનેક અટકળો તથા વિવાદો વચ્ચે તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચી ગયા હતા. અમેરિકાના નેવી તથા એરફોર્સના 24 ફાઈટર જેટે નેન્સીના વિમાનને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.બીજી બાજુ તાઈવાનની સેનાએ દાવો કર્યો હતો કે ચીનના 20 જેટલા મિલિટરી એરક્રાફ્ટે તાઈવાના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ કર્યો હતો.

આ અગાઉ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તાજેતરમાં કહ્યું હતું કે જો પેલોસીનું પ્લેન તાઈવાન તરફ ગયુ તો તેને તોડી પાડવામાં આવી શકે છે. ત્યારબાદ એવી પણ ધમકી ઉચ્ચારવામાં આવી હતી કે ચીનના એરફોર્સનુ એરક્રાફ્ટ પેલોસીના વિમાનને ઘેરી લેશે. અલબત ચીનની આ ધમકી હવે નિર્થક સાબિત થઈ હતી.

ચીને કહ્યું- અમે પગલાં ભરીશું
પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીને ફરી વખત ધમરી આપી હતી. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે ચીને કહ્યું હતુ કે અમે ટાર્ગેટેડ મિલિટરી એક્શન ચોક્કસપણે ભરશું. જોકે, એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે ચીન કયા ટાર્ગેટ ઉપર સૈન્ય કાર્યવાહી કરવા અંગે ધમકી ઉચ્ચારી રહ્યું હતુ. આ અગાઉ ચીને તાઈવાન સીમા નજીક મિલિટરી ડ્રિલ પણ કરી હતી. સૌથી મહત્વની વાત તો એ રહી કે અમેરિકા, તાઈવાન તથા ચીન ત્રણેયે પોતાના લશ્કરને કોમ્બેટ રેડી (યુદ્ધ માટે તૈયાર) રહેવા કહ્યું હતું. મંગળવારે મોડી સાંજે ત્રણેય સેના માટે હાઈએલર્ટ પણ આપવામાં આવ્યું હતું.

Tags :
GujaratFirstleavesNancypolsesouthkoreausspeaker
Next Article