Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્નીએ કમલા હેરિસના પતિને જાહેરમાં હોઠ પર કર્યું ચુંબન, Video Viral

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન હાલમાં એક વીડિયોના કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. જીલ બાઈડેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા છે. કેપિટોલ હિલ પર સ્ટેટ ઑફ ધ યુનિયન (State of the Union) ના સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને ચુંબન કર્યું હતું. આ એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં ખૂબ à
09:13 AM Feb 08, 2023 IST | Vipul Pandya
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન હાલમાં એક વીડિયોના કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. જીલ બાઈડેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા છે. કેપિટોલ હિલ પર સ્ટેટ ઑફ ધ યુનિયન (State of the Union) ના સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગ એમહોફને ચુંબન કર્યું હતું. આ એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 
જીલ બાઈડેને કમલા હેરિસના પતિને ચુંબન કર્યું, તસવીરો થઇ વાયરલ
રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે રાત્રે નેશનલ કેપિટોલમાં તેમનું બીજું સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ આપ્યું. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી ગુમાવ્યા બાદ આ તેમનું પ્રથમ ભાષણ હતું. આ દરમિયાન અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડેન સહિત ઉપરાષ્ટ્રપતિના પતિ પણ ત્યાં હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બાઈડેનનું સંબોધન સમાપ્ત થયા બાદ જીલ બાઈડેને હેરિસના પતિ ડગ એમહોફને કિસ કરી હતી. થોડી જ વારમાં ટ્વિટર પર બંનેની કિસ કરતી તસવીરો વાયરલ થઈ હતી. એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું, 'જીલ બાઈડેને કમલા હેરિસના પતિને હોઠ પર ચુંબન કર્યું.' વળી અન્ય એક યુઝર્સે કહ્યું, 'શું જીલ બાઈડેને કમલાના પતિને હોઠ પર ચુંબન કર્યું?' એક યુઝરે લખ્યું કે, "જીલ બાઈડેને કમલા હેરિસના પતિને હોઠ પર ચુંબન કર્યું... ક્યારેય વિચાર્યું પણ ન હતું..." અન્ય યુઝરે આશ્ચર્ય વ્યક્ત કર્યું, "શું જીલ બાઈડેને કમલા હેરિસના પતિને હમણા જ હોઠ પર ચુંબન કર્યું?" 

અમેરિકી રાષ્ટ્રપતિએ સંબોધનમાં શું કહ્યું?
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન્સની બહુમતી બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેનનું વિભાજિત સંસદમાં સંબોધનનો આ પહેલો પ્રસંગ હતો, જેમાં તેમણે રિપબ્લિકન પાસેથી સહકારની હાકલ કરી હતી. બાઈડેને સ્ટેટ ઑફ ધ યુનિયનના સંબોધનમાં કહ્યું હતું કે, અમેરિકાની અર્થવ્યવસ્થા અન્ય કોઈપણ દેશ કરતાં સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, યુક્રેન પર કોરોના અને વ્લાદિમીર પુતિનના હુમલા છતાં આપણી અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.
આ પણ વાંચો - અમેરિકાના રાષ્ટ્રપતિએ યુક્રેન મુદ્દે રશિયા પર નિશાન સાધ્યું, ચીન પર પણ આકરા પ્રહારો કર્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DougEmhoffGujaratFirstJillBidenJillBidenkissesDougEmhoffJillBidenKissesKamalaHarrisHusbandjoebidenKamalaHarrisKamalaHarrisHusbandKissPublicStateoftheUnionAddressUSFirstLadyUSFirstLadyKissuspresidentUSPresidentBidenUSPresidentJoeBidenVideoVideoViral
Next Article