Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ફરી કોરોના પોઝિટિવ, દસ દિવસમાં બીજી વખત લાગ્યું સંકમણ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 10 દિવસમાં ફરી કોરોના પોઝિટિવ આવ્યા છે. 79 વર્ષીય બિડેન ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે તે સમયે પણ તેમનામાં કોરોના વાયરસના માત્ર હળવા લક્ષણો હતા. પોઝિટિવ થયા પછી, તે આઇસોલેશનમાં પણ વ્હાઇટ હાઉસના સભ્યો સાથે સતત સંપર્કમાં રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ્સમાં ભાગ લેતા હતા. બાદમાં રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા હતા. રવિવારે તેમને à
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ફરી કોરોના પોઝિટિવ  દસ દિવસમાં બીજી વખત લાગ્યું સંકમણ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 10 દિવસમાં ફરી કોરોના પોઝિટિવ આવ્યા છે. 79 વર્ષીય બિડેન ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે તે સમયે પણ તેમનામાં કોરોના વાયરસના માત્ર હળવા લક્ષણો હતા. પોઝિટિવ થયા પછી, તે આઇસોલેશનમાં પણ વ્હાઇટ હાઉસના સભ્યો સાથે સતત સંપર્કમાં રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ્સમાં ભાગ લેતા હતા. બાદમાં રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા હતા. રવિવારે તેમને આઇસોલેશનમાંથી રજા મળવાની હતી. બિડેન રવિવારે સવારે વિલ્મિંગ્ટનમાં તેમના ઘરે જવાના હતા. 
પરંતુ હવે ફરી પોઝિટિવ આવતા તેઓને આઇસોલેશનમાં જ રહેવું પડશે.બિડેન પોઝિટિવ આવ્યા ત્યારથી ફર્સ્ટ લેડી જીલ બિડેન તેમની સાથે જ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેઓ ઘરે જવાના હતા. પરંતુ હવે રિપોર્ટ ફરી પોઝિટિવ આવતા તેઓ ઘરે નહીં ગયા નહીં બિડેન પોઝિટિવ આવ્યા તેના બે કલાક પહેલા, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ મંગળવારે મિશિગનની મુલાકાત લેશે. જોકે હવે આ મુલાકાત પણ રદ કરવામાં આવી છે.
 વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પિયરના જણાવ્યા અનુસાર, બિડેનમાં કોવિડ-19ના ખૂબ જ હળવા લક્ષણો છે અને તેમણે  એન્ટિવાયરલ દવા પેક્સલોવિડ લેવાનું શરૂ કર્યું છે. બિડેને ફાઈઝરની રસીના બન્ને ડોઝ લીધેલા છે.  બિડેને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળતા પહેલા જ ફાઇઝર કંપનીની એન્ટિ-કોવિડ-19 રસીના બંને ડોઝ લઇ લીધા હતા.બિડેને સપ્ટેમ્બર 2021માં પ્રથમ બૂસ્ટર ડોઝ લીધો હતો અને માર્ચ 2022માં રસીનો વધારાનો ડોઝ લીધો હતો.
Advertisement
Tags :
Advertisement

.