Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઝાદીની 75મી વર્ષગાંઠ પર US રાષ્ટ્રપતિએ ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવી

આજે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આજે લોકો રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશને આઝાદી અપાવનારા મહાનુભાવોને નમન કરી રહ્યા છે. ત્યારે આજના આ ખાસ દિવસે દુનિયાભરના લોકો ભારતને અભિનંદન પાઠવી રહ્યા  છે. આ કડીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ છે જેમણે ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે.સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત અને તેના લોકોને વિદેશમાંથી પણ અભિન
આઝાદીની 75મી વર્ષગાંઠ પર us રાષ્ટ્રપતિએ ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવી
આજે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આજે લોકો રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશને આઝાદી અપાવનારા મહાનુભાવોને નમન કરી રહ્યા છે. ત્યારે આજના આ ખાસ દિવસે દુનિયાભરના લોકો ભારતને અભિનંદન પાઠવી રહ્યા  છે. આ કડીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ છે જેમણે ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત અને તેના લોકોને વિદેશમાંથી પણ અભિનંદન સંદેશો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ પણ અહીંના લોકોને ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે અને પોતાનો સંદેશ જારી કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય-અમેરિકનો સહિત વિશ્વભરના લોકો ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના શાશ્વત સંદેશ દ્વારા માર્ગદર્શિત, લોકશાહી યાત્રાનું સન્માન કરવા અમેરિકા ભારતના લોકો સાથે જોડાયું છે. ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરતા, તેમણે ભારતને અમેરિકાનું "આવશ્યક ભાગીદાર" ગણાવ્યું.
Advertisement

બાઇડેને કહ્યું કે, અમેરિકા અને ભારત "આવશ્યક ભાગીદારો" છે. બંને દેશો આગામી વર્ષોમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. બાઇડેને ભારતની સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ભારત મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના કાયમી સંદેશ દ્વારા માર્ગદર્શન આપે છે. અમેરિકા ભારતના લોકો સાથે તેમની લોકશાહી યાત્રાના સન્માનમાં સામેલ છે. બાઇડેને કહ્યું કે, યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારી કાયદાના શાસન અને માનવ સ્વતંત્રતા અને ગૌરવને પ્રોત્સાહન આપવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. ભારતીય-અમેરિકન સમુદાયે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને વધુ નવીન, સમાવેશી અને મજબૂત રાષ્ટ્ર બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પર નવમી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તેમણે આઝાદી પહેલા અને પછીની મહાન હસ્તીઓને યાદ કરી તેમને વંદન કર્યા હતા. તેમણે કહ્યું કે, આ 75 વર્ષમાં ઘણી એવી હસ્તીઓ છે જેમના નામે કોઈ કારણસર ઈતિહાસમાં સામેલ નથી થઈ શક્યા, તેમને પણ યાદ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાકાળ દરમિયાન ભારતની તાકાત અને તેના વૈજ્ઞાનિકોના કામની પ્રશંસા કરી હતી. આ સાથે દેશની જનતાને આગામી 25 વર્ષ માટે પંચ પ્રાણ પણ જણાવો. તેમણે કહ્યું કે, 2047માં આઝાદીના 100 વર્ષ થશે ત્યારે આઝાદી પ્રેમીઓના તમામ સપનાઓને સાકાર કરવાની જવાબદારી ઉપાડવાની રહેશે.
Tags :
Advertisement

.