Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાનો મોંઘવારી દર 40 વર્ષની સર્વોચ્ચ સપાટીએ, મોંઘવારી રોકવા પ્રયાસો શરુ

સમગ્ર વિશ્વ આ સમયે મોંઘવારી સામે લડી રહ્યું છે. યુ.એસ.માં છેલ્લા 7 મહિનાથી ફુગાવાનો દર દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યો છે. માર્ચ મહિનામાં અમેરિકાનો મોંઘવારી દર 40 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર એપ્રિલમાં મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે. એપ્રિલમાં વાર્ષિક ધોરણે 8.3 ટકાનો ઉછાળો આવ્યો છે. આ આંકડો માર્ચમાં વાર્ષિક ધોરણે 8.5 ટકાની વૃદ્ધિ ક
અમેરિકાનો મોંઘવારી દર 40 વર્ષની સર્વોચ્ચ સપાટીએ  મોંઘવારી રોકવા પ્રયાસો શરુ
સમગ્ર વિશ્વ આ સમયે મોંઘવારી સામે લડી રહ્યું છે. યુ.એસ.માં છેલ્લા 7 મહિનાથી ફુગાવાનો દર દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યો છે. માર્ચ મહિનામાં અમેરિકાનો મોંઘવારી દર 40 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર એપ્રિલમાં મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે. 
એપ્રિલમાં વાર્ષિક ધોરણે 8.3 ટકાનો ઉછાળો આવ્યો છે. આ આંકડો માર્ચમાં વાર્ષિક ધોરણે 8.5 ટકાની વૃદ્ધિ કરતાં થોડો ઓછો છે. આ આંકડો 1981 પછીના સર્વોચ્ચ સપાટીએ હતો.
શ્રમ વિભાગના ડેટા અનુસાર ગેસોલિન માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) માર્ચની સરખામણીએ એપ્રિલમાં માત્ર 6.1 ટકા ઓછો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. યુદ્ધના કારણે  વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ પણ વધી ગયા છે.
માર્ચથી એપ્રિલ દરમિયાન માસિક ધોરણે 0.3 ટકાનો નજીવો ઘટાડો છે. ફેબ્રુઆરીથી માર્ચમાં ગ્રાહક ભાવમાં 1.2 ટકાનો વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ગેસના ભાવમાં પણ ભારે વધારો થયો હતો. યુ.એસ.માં એક ગેલન રેગ્યુલર ગેસની કિંમત રેકોર્ડ $4.40 પર પહોંચી ગઈ છે.
રશિયા -યુક્રેન યુદ્ધ પહેલાં ફુગાવો વિશ્વ માટે મુશ્કેલ હતો. કોરોનાને કારણે સરકારોએ અર્થવ્યવસ્થા માટે વધુ નાણાંનો ઉપયોગ કર્યો હતો.  કેન્દ્રીય બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. હવે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
વધતી જતી મોંઘવારીને રોકવા માટે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે. તેની થોડી અસર જોવા મળી છે. ગયા મહિને 50 બેસિસ પોઈન્ટના વધારા પછી ફેડએ સંકેત આપ્યો છે કે દરમાં વધારો હજુ પણ ચાલુ રહેશે.
Advertisement
Tags :
Advertisement

.