ઉર્ફી જાવેદે હેર એસેસરીઝની જગ્યાએ સેફ્ટી પિન લગાવી,લોકો ભડક્યાં
બિગ બોસ ફેમ ઉર્ફે જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયી છે. તે તેની વિચિત્ર ફેશન માટે જાણીતી છે. તે જે પણ કરે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઉર્ફી ક્યારેક તેના કપડા માટે તો ક્યારેક તેની હેરસ્ટાઇલ માટે ઘણી ટ્રોલ થાય છે. હાલમાં જ ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ફરીથી વિચિત્ર કપડાં પહેર્યા છે અને હેર એક્સેસરીઝને બદલે તેના વાળમાં ઘણી બધી સેફ્ટી પિન લગાવી છે.વીડિયોમાં જà«
02:21 PM Mar 28, 2022 IST
|
Vipul Pandya
બિગ બોસ ફેમ ઉર્ફે જાવેદ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયી છે. તે તેની વિચિત્ર ફેશન માટે જાણીતી છે. તે જે પણ કરે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઉર્ફી ક્યારેક તેના કપડા માટે તો ક્યારેક તેની હેરસ્ટાઇલ માટે ઘણી ટ્રોલ થાય છે. હાલમાં જ ઉર્ફીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ફરીથી વિચિત્ર કપડાં પહેર્યા છે અને હેર એક્સેસરીઝને બદલે તેના વાળમાં ઘણી બધી સેફ્ટી પિન લગાવી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાની કારમાંથી નીચે ઉતર્યા બાદ ઉર્ફી કોઈ મુદ્દે બિલ્ડિંગના ગાર્ડ પર ગુસ્સે થઈ જાય છે. તે ફરી પાછા વળે છે અને ફરીથી વરસી પડે છે. આ દરમિયાન ઉર્ફીએ લાઇટ બ્રાઉન ફ્રન્ટ ઓપન ડ્રેસ પહેર્યો છે. તેણે પોતાના વાળમાં બન બનાવ્યો છે અને તેમાં ઘણી બધી સેફ્ટી પિન લગાવી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ ઉર્ફીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી- ઓએમજી યે સર મેં ક્યા કર લિયે. બીજાએ લખ્યું- ઉર્ફી રાખી કરતાં આગળ છે. અન્ય એક યૂઝરે લખ્યું- જો તમારે સેફ્ટી પિન જોઈતી હોય તો દીદી પાસે માંગી હોત,તમે શા માટે ચોરી કરી.
હાલમાં જ ઉર્ફીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે હાઈ હીલ પહેરીને રસ્તા પર દોડતી જોવા મળી હતી. આ દરમિયાન તે કહેતી હતી કે જુઓ, આ સાબિતી છે કે હું હીલ્સ પહેરીને મેરેથોન કરી શકું છું.
Next Article