Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર, શ્રુતિ શર્માએ દેશભરમાં ટોપ કર્યું, ટોપ 5માં 4 છોકરીઓ

જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા સિવલ સેવા પરીક્ષા 2021નું ફાઇનલ પરિણામ જાહર કરવામાં આવ્યું છે. UPSCની પરીક્ષા આપનારા પરીક્ષઆર્થીઓ UPSCની ઓફિશયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને રીઝલ્ટ ચેક કરી શકે છે. UPSCના ફાઇનલ પરિણામની અંદર આ વખતે છોકરીઓએ મેદાન માર્યુ છે. ટોપ 3માં ત્રણેય યુવતીઓ આવી છે. શ્રૃતિ શર્મા નામની યુવતીએ દેશમાં ટોપ કર્યું છે.આ સિવાય ખાસ વાત એ છે કે ટોપ 5 રેન્કમાં પણ 4 છોકરીઓ સામેલ છે. અંકિતા અગ્રવાલ અન
યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર  શ્રુતિ શર્માએ દેશભરમાં ટોપ કર્યું  ટોપ 5માં 4 છોકરીઓ
જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા સિવલ સેવા પરીક્ષા 2021નું ફાઇનલ પરિણામ જાહર કરવામાં આવ્યું છે. UPSCની પરીક્ષા આપનારા પરીક્ષઆર્થીઓ UPSCની ઓફિશયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને રીઝલ્ટ ચેક કરી શકે છે. UPSCના ફાઇનલ પરિણામની અંદર આ વખતે છોકરીઓએ મેદાન માર્યુ છે. ટોપ 3માં ત્રણેય યુવતીઓ આવી છે. શ્રૃતિ શર્મા નામની યુવતીએ દેશમાં ટોપ કર્યું છે.
આ સિવાય ખાસ વાત એ છે કે ટોપ 5 રેન્કમાં પણ 4 છોકરીઓ સામેલ છે. અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાએ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું છે. ઐશ્વર્યા વર્મા ચોથા અને ઉત્કર્ષ દ્વિવેદી પાંચમા નંબરે છે. ટોપર શ્રુતિ સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી કરી હતી.
UPSC 2021ના ટોપર
પ્રથમ સ્થાન - શ્રુતિ શર્મા
બીજું સ્થાન- અંકિતા અગ્રવાલ
3જું સ્થાન - ગામિની સિંગલા
ચોથું સ્થાન - ઐશ્વર્યા વર્મા
5મું સ્થાન - ઉત્કર્ષ દ્વિવેદી
6ઠ્ઠું સ્થાન - યક્ષ ચૌધરી
7મું સ્થાન - સમ્યક એસ. જૈન
8મું સ્થાન - ઈશિતા રાઠી
9મું સ્થાન - પ્રીતમ કુમાર
10મું સ્થાન - હરકીરત સિંહ રંધાવા
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ UPSC પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી માત્ર થોડા ઉમેદવારોને જ સફળતા મળે છે. આ સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. UPSC CSE પ્રિલિમિનરી પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવી હતી અને પરીક્ષાના પરિણામો 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય પરીક્ષા 7 થી 16 જાન્યુઆરી 2022 દરમિયાન લેવામાં આવી હતી અને પરિણામ 17 માર્ચ 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ એ પરીક્ષાનો છેલ્લો રાઉન્ડ હતો જે 5મી એપ્રિલે શરૂ થયો હતો અને 26મી મેના રોજ સમાપ્ત થયો હતો.
UPSCનું પરિણામ કઇ રીતે ચેક કરશો?
1. સૌ પ્રથમ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
2. હોમપેજ પર ઉપલબ્ધ UPSC સિવિલ સર્વિસ ફાઇનલ રીઝલ્ટ 2021 લિંક પર ક્લિક કરો.
3. હવે પરિણામ સ્ક્રીન પર PDF ફાઇલમાં દેખાશે, જે તમારે ડાઉનલોડ કરવું પડશે.
4. તેમાં તમારો રોલ નંબર અથવા નામ શોધી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.