Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને સુવર્ણ મંદિરમાં જવા મુદ્દે હંગામો

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનાથી કરમજીત સિંહ ગિલની મુશ્કેલીઓ વધી શકે છે. એસજીપીસીએ આ મામલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. કોંગ્રેસ કાર્યકર કરમજીત સિંહ ગિલની એક તસવીર સામે આવી છે, જેમાં તે પહેલા ગોલ્ડન ટેમ્પલમાં ટી-શર્ટમાં શીખ રમખાણોના આરોપી જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહરેલો જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દે હà
જગદીશ ટાઇટલરની તસવીરવાળી ટી શર્ટ પહેરીને સુવર્ણ મંદિરમાં જવા મુદ્દે હંગામો
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનાથી કરમજીત સિંહ ગિલની મુશ્કેલીઓ વધી શકે છે. એસજીપીસીએ આ મામલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. કોંગ્રેસ કાર્યકર કરમજીત સિંહ ગિલની એક તસવીર સામે આવી છે, જેમાં તે પહેલા ગોલ્ડન ટેમ્પલમાં ટી-શર્ટમાં શીખ રમખાણોના આરોપી જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહરેલો જોવા મળી રહ્યો છે. 
હવે આ મુદ્દે હંગામો વધી ગયો છે અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનાથી કરમજીત સિંહ ગિલની મુશ્કેલીઓ વધી શકે છે. એસજીપીસીએ આ બાબતને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે અને તેની સખત નિંદા કરી છે. SGPC ચીફ હરજિન્દર સિંહ ધામીએ કહ્યું કે જગદીશ ટાઇટલર શીખ રમખાણોનો મુખ્ય આરોપી હતો અને તેને ક્યારેય માફ કરી શકાય નહીં. અમૃતસર પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. 
પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢના ગુરુદ્વારાનું સંચાલન SGPC દ્વારા કરવામાં આવે છે. જગદીશ ટાઈટલરની તસ્વીર સાથે કરમજીત સિંહ ગિલના ટી-શર્ટનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ધામીએ કહ્યું કે જગદીશ ટાઈટલર જેવા વ્યક્તિની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને ગુરુદ્વારા આવવું એ શીખોને ઉશ્કેરવાનું કૃત્ય છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે સુયોજિત કાવતરું છે. તેમણે કહ્યું કે જો કોઈ કોંગ્રેસી નેતા ગુરુદ્વારામાં આવું કૃત્ય કરે છે તો તે સુનિયોજિત કાવતરું જ લાગે છે.
એટલું જ નહીં તેમણે કોંગ્રેસને શીખ વિરોધી પણ ગણાવી હતી. ધામીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા શીખ વિરોધી રહી છે. આજે કોંગ્રેસના નેતાઓએ ફરી એકવાર શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. જગદીશ ટાઇટલરની તસવીર સાથેનું ટી-શર્ટ પહેરીને હરમંદિર સાહિબ આવવું એ શીખોની લાગણીને ભડકાવવા જેવું છે. તેમણે કહ્યું કે વિશ્વભરના શીખો અને અન્ય લોકો સુવર્ણ મંદિરમાં આસ્થા ધરાવે છે. તેમણે કહ્યું કે આવા પવિત્ર સ્થાન પર શીખોની ભાવનાઓને ઠેસ પહોંચે તે સ્વીકારી શકાય નહીં. આવનારા દિવસોમાં કરમજીત સિંહ ગિલ ટાઈટલરની તસવીર સાથેનું ટી-શર્ટ પહેરીને ગુરુદ્વારામાં જતો હોવાથી મોટો વિવાદ સર્જાઈ શકે છે.
 આ પણ વાંચો- 

જમ્મુ કાશ્મીરમાં રહેતા બિન કાશ્મીરી લોકો પણ હવે મતદાન કરી શકશે: ચૂંટણી પંચ

Advertisement
Tags :
Advertisement

.