Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC બોર્ડમાં ગાયના મુદ્દે હોબાળો, કોંગ્રેસ ગાયના નામે રાજકારણ કરે છે : મેયર

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation)ની આજે સામાન્ય સભા મળી હતી. દાણીલીમડામાં આવેલા કોર્પોરેશનના ઢોરવાડામાં ગાયોનાં મોત મામલે સામાન્ય સભામાં હોબાળો થયો હતો. જ્યારે વિપક્ષ કોંગ્રેસ (Congress)ના કોર્પોરેટરો દાણીલીમડા ઢોરવાડા ખાતે ગાયોનાં મોત મામલે તપાસ કરવા માટે ત્યાં ગયા હતા તો તેઓને ઢોરવાડામાં જવા દેવામાં આવ્યા ન હતા. ગાયોના નામે મત માંગી અને ત્યારબાદ ગાયો પર ધ્યાન ન આપતા à
amc બોર્ડમાં ગાયના મુદ્દે હોબાળો  કોંગ્રેસ ગાયના નામે રાજકારણ કરે છે   મેયર
અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation)ની આજે સામાન્ય સભા મળી હતી. દાણીલીમડામાં આવેલા કોર્પોરેશનના ઢોરવાડામાં ગાયોનાં મોત મામલે સામાન્ય સભામાં હોબાળો થયો હતો. જ્યારે વિપક્ષ કોંગ્રેસ (Congress)ના કોર્પોરેટરો દાણીલીમડા ઢોરવાડા ખાતે ગાયોનાં મોત મામલે તપાસ કરવા માટે ત્યાં ગયા હતા તો તેઓને ઢોરવાડામાં જવા દેવામાં આવ્યા ન હતા. ગાયોના નામે મત માંગી અને ત્યારબાદ ગાયો પર ધ્યાન ન આપતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. ભાજપની મહિલા કોર્પોરેટરો અને કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો એકબીજા સામે હાય રે ભાજપ (BJP)હાય રે કોંગ્રેસ(Congress)ના નામનાં છાજિયાં લઇ વિરોધ કર્યો હતો.
ગાયોના નામે રાજકારણના કરો
વિપક્ષ કોંગ્રેસ(Congress)દ્વારા ભાજપ (BJP)ના સત્તાધીશો પર ગાયોના નામે રાજકારણ (Politics)ન કરવા માટે જણાવ્યું અને જે ગાયોનાં મોત થયાં છે તેના ઉપર ધ્યાન આપવા માટે જણાવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડા (Kamlaben Chavda)અને ઇકબાલ શેખ (Iqbal Sheikh)દ્વારા ગાયની પ્રતિકૃતિ મેયરને આપી અને જેના નામે વોટ માંગી તમે આ ગાદી ઉપર બેઠા છો એવા ગાય માતાને બચાવો તેમ કહ્યું હતું. જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો ડાયસ પર ચડીને મેયરને ગાયોની પ્રતિકૃતિ આપવા પહોંચ્યા ત્યારે ભાજપની મહિલા કોર્પોરેટરો પણ પહોંચી અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને નીચે ઊતરી જવા જણાવ્યું હતું.
સીએનસીડી વિભાગના કર્મચારીઓ હકીકત છુપાવી
બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ જણાવ્યું હતું કે, દાણીલીમડા ઢોરવાડા મારા વોર્ડમાં આવે છે ત્યાં 35 ગાયોનાં મોત થયાં હોવાની મને જાણ થઈ હતી. જેથી હું મારા અન્ય કાઉન્સિલરો સાથે ત્યાં પહોંચી હતી. ત્યારે સૌથી પહેલા અમને ત્યાં અંદર જવા દેવામાં આવ્યાં ન હતાં. ત્યારબાદ ત્યાંના અધિકારીઓને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, રોજની ચારથી પાંચ જેટલી ગાયો તો મૃત્યુ પામે છે. જોકે અમે ઢોરવાડામાં ગાયોની પરિસ્થિતિ કેવી છે તે તપાસ કરવા માટે જવા કહ્યું, પરંતુ ત્યાં જવા દેવામાં આવ્યાં ન હતાં અને ઢોરવાડામાં 15 થી 20 જેટલા પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. ભાજપના સત્તાધીશો અને સીએનસીડી વિભાગના કર્મચારીઓ દ્વારા હકીકત છુપાવવામાં આવી રહી છે.
અધિકારીઓ ગાયોનાં મોત મામલે ચૂપ
શહેરમાં રસ્તે રખડતાં ઢોરના કારણે અકસ્માત અને જીવના જોખમને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા સામાન્ય સભા પહેલાં પ્લાસ્ટિકની ગાય લઈ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે ગાયોના નામે મત માગનાર પક્ષ ગાયની જાળવણી નથી કરતા. ઢોર ડબ્બામાં પણ કોંગ્રેસના કોર્પોરેટરને મુલાકાત ના લેવા દેતા આક્રોશ સામે આવ્યો હતો. બહેરામપુરા ઢોરવાડામાં ગાયોનાં મોત થયાં છે ત્યારે ઢોર ડબ્બાના અધિકારીઓ ગાયોનાં મોત મામલે પણ ચૂપ 
Advertisement
Tags :
Advertisement

.