શાળાઓમાં રજા અંગેનો નવો આદેશ જાહેર, વિદ્યાર્થીઓના અભ્યાસના સમયમાં પણ કરાયો ફેરફાર
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે હવે શાળાના સમય અને રજાઓને લઈને નવો આદેશ
જાહેર કર્યો છે. તો સાથે સાથે ધોરણ 8 વિદ્યાર્થીઓના અભ્યાસના સમયમાં પણ ફેરફાર
કરવામાં આવ્યા છે. મૂળભૂત શિક્ષણ
પરિષદની શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓનું શિક્ષણ હવે સવારે 7.30 થી 12.30 સુધી રહેશે. જોકે, શિક્ષકોએ બપોરે 1.30 વાગ્યા સુધી શાળામાં જ રહેવાનું રહેશે. અત્યાર સુધી આ શાળાઓનો શૈક્ષણિક
સમય સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધીનો નિર્ધારિત હતો.
બેઝિક એજ્યુકેશન
કાઉન્સિલના સેક્રેટરી પ્રતાપ સિંહ બઘેલે શનિવારે આ અંગે આદેશ જારી કર્યો હતો.
ઉનાળુ વેકેશન શરૂ થાય ત્યાં સુધી શાળાઓ સવારે 7.30 થી બપોરના 1.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ જણાવાયું છે. તમામ વિદ્યાર્થીઓ
સવારે 7.30 થી 1.30 સુધી શાળામાં અભ્યાસ માટે હાજર રહેશે. આ દરમિયાન સવારે 7.30 થી 7.40 સુધી પ્રાર્થના/યોગાભ્યાસ થશે અને સવારે 10 થી 10.15 સુધી વિરામ રહેશે. શિક્ષકો, શિક્ષામિત્રો અને પ્રશિક્ષકો સવારે 7.30 થી 1.30 વાગ્યા સુધી શાળામાં હાજર રહીને
તેમની જવાબદારીઓ અને અન્ય વહીવટી કામગીરી નિભાવશે. માન્યતા પ્રાપ્ત શાળાઓ માટે શાળા વ્યવસ્થાપન સમિતિને તેના પોતાના નિર્ણયો લેવાની સત્તા આપવામાં
આવશે. દરમિયાન કાઉન્સિલના આ નિર્ણયનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે.
વિશિષ્ઠ BTC શિક્ષક કલ્યાણ સંઘના રાજ્ય પ્રમુખ સંતોષ
તિવારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને શાળાનો સમય સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી બદલવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, શિક્ષકને બપોરે 12.30 થી 1.30 વાગ્યા સુધી શાળામાં એકલા રહેવાનો
આદેશ અવ્યવહારુ છે. રાજ્યમાં ઘણી શાળાઓ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે, જ્યાં માત્ર એક શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. તે શાળામાં એકલી અસુરક્ષિત
હશે અને તેની સાથે કંઈક થઈ શકે છે. આ સિવાય આકરી ગરમીને જોતા આ સમય પણ અવ્યવહારુ
છે.