Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા અમલી, વેપારીઓને થઇ રહી છે ભારે હાલાકી

સુરતમાં વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા લાગું કરવામાં આવી છે. જેના કારણે કાપડના વેપારીઓ ખૂબ પરેશાન થઇ ગયા છે. અહીં અંદાજે 140 માર્કેટની 40 હજારથી વધુ દુકાનો અશાંત ધારા હેઠળ છે. આ અશાંત ધારા લાગું થવાથી વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અશાંત ધારા લાગું થયા બાદ Fostta (Federation  of Surat Textile Traders Association) એ જિલ્લા કલેક્ટરને આ નિયમ અમલ નહીં કરવા માટે રજૂઆત કરી છે. અશાંત ધારા લાગું થવાના કારણે વેપારીઓનà«
શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા અમલી  વેપારીઓને થઇ રહી છે ભારે હાલાકી
સુરતમાં વિવિધ વિસ્તારોમાં અશાંત ધારા લાગું કરવામાં આવી છે. જેના કારણે કાપડના વેપારીઓ ખૂબ પરેશાન થઇ ગયા છે. અહીં અંદાજે 140 માર્કેટની 40 હજારથી વધુ દુકાનો અશાંત ધારા હેઠળ છે. આ અશાંત ધારા લાગું થવાથી વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 
અશાંત ધારા લાગું થયા બાદ Fostta (Federation  of Surat Textile Traders Association) એ જિલ્લા કલેક્ટરને આ નિયમ અમલ નહીં કરવા માટે રજૂઆત કરી છે. અશાંત ધારા લાગું થવાના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશાંત ધારો લાગું કર્યા બાદ વેપારીઓને દુકાનની લે-વેચ, ભાડે આપવા પર મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત દુકાનોના રજીસ્ટર માટે વકીલોના મોટા ખર્ચ પણ ભારે પડી રહ્યા છે. 
શું છે અશાંત ધારા?
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.
ક્યા લાગું કરાય છે?

અશાંત વિસ્તારો કે જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હોય, તેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે, તેમજ ખોટી કનડગત કે હેરાનગતિ ન થાય, ધાકધમકીથી મિલકતો પચાવી ન પડાવવામાં આવે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહીં તે માટે અશાંત ધારો લાવવામાં આવ્યો હતો. કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની ખૂબ વસ્તી વધી ન જાય અને ખાસ કરીને એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને મિલ્કત વેચી ન જાય તે પ્રકારની મિલકતને તબદિલી નિયંત્રિત કરતો કાયદો એ અશાંત ધારો કહેવાય છે. આવા વિસ્તારમાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે.

Advertisement

અશાંત ધારાના ભંગ બદલ સજાની શું જોગવાઈ ?

Advertisement

અશાંત ધારાનો ભંગ સાબિત થાય તો 3થી 5 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે, અથવા તબદિલ થયેલી મિલકતના જંત્રીના ભાવના 10માં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભોગવવાની રહે છે.
Tags :
Advertisement

.