Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિયાળાનું મિષ્ટાન કચરિયુંનો સ્વાદ માણવો છે ? તો આવો ઊંઝા..

ઊંઝાનું કચરિયું ઉત્તર ગુજરાતમાં છે મશહૂરશિયાળાની શરૂઆત થતા જ આગવું સ્થાન પ્રાપ્ત કરે છે કચરિયું.શિયાળામાં કચરિયું સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર.એશિયાના નંબર વન ઊંઝા માર્કેટ યાર્ડ મસાલા માર્કેટ હોવાથી તલની આવક થાય છે વધુ.ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણે ખૂણે છે ડિમાન્ડ.ઊંઝા બજારમાં શિયાળાની શરુઆત થતા અનેક દુકાનો કચરિયાની થાય છે શરૂ.ગરમ મસાલાવાળું કચરિયું  સ્વાસ્થ્ય માટે ગુણકà
શિયાળાનું મિષ્ટાન કચરિયુંનો સ્વાદ માણવો છે   તો આવો ઊંઝા
  • ઊંઝાનું કચરિયું ઉત્તર ગુજરાતમાં છે મશહૂર
  • શિયાળાની શરૂઆત થતા જ આગવું સ્થાન પ્રાપ્ત કરે છે કચરિયું.
  • શિયાળામાં કચરિયું સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર.
  • એશિયાના નંબર વન ઊંઝા માર્કેટ યાર્ડ મસાલા માર્કેટ હોવાથી તલની આવક થાય છે વધુ.
  • ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણે ખૂણે છે ડિમાન્ડ.
  • ઊંઝા બજારમાં શિયાળાની શરુઆત થતા અનેક દુકાનો કચરિયાની થાય છે શરૂ.
  • ગરમ મસાલાવાળું કચરિયું  સ્વાસ્થ્ય માટે ગુણકારી
કચરિયું એ શિયાળા (Winter)નું મિષ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે. શિયાળામાં કચરિયુ ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આવો આપણે ઉત્તર ગુજરાત (North Gujarat)માં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચરિયાની વાત કરીએ.

ઊંચી ગુણવત્તા વાળા તલની આવક વધુ
મહેસાણા જિલ્લાના ઊંઝાએ વિશ્વના સૌથી મોટા APMCના કારણે ખુબજ નામના પ્રાપ્ત કરી છે. અહીં જીરું, વરિયાળી તેમજ તલનું યોગ્ય મુલ મળતું હોવાથી મોટી આવક થાય છે. અહીં APMCના કારણે મુખવાસનું પણ મોટું માર્કેટ બન્યું છે. તો વળી ઊંચી ગુણવત્તા વાળા તલની આવક પણ વધુ થતી હોવાથી શિયાળામાં કચરિયા નો બિઝનેશ પણ ફુલ્યો ફાલ્યો છે. જેવી શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરું થઈ જાય છે. અને ઊંઝાના કચરિયાની ગુણવત્તા ને કારણે ખુબજ ડિમાન્ડ રહી છે. 
ગુણવત્તાસભર કચરિયું
અહીંનું કચરિયું ઉત્તર ગુજરાત સહિત વડોદરા અને સુરત, નવસારી અને ગુજરાતના ખુણેખૂણે સુધી ફેમસ છે.  ઊંઝા માર્કેટયાર્ડમાં જ તલની સારી એવી અને યોગ્ય ગુણવત્તા વાળા તલની આવક થતા સારી ક્વોલિટીનું કચરિયું લોકોના સ્વાદ મુજબનું સ્વાદિષ્ટ મળી રહે છે અને તે વ્યાજબી ભાવે. 
 કચરિયું એક એનર્જી બુસ્ટર 
ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય ખૂણા સુધી ઊંઝાનું કચરિયું પહોંચી એક અલગ આગવી નામના મેળવી છે. ગુજરાતના ખૂણે ખૂણે થી લોકો ઊંઝાનું કચરિયું મેળવી અનેરા સ્વાદનો ચસ્કો મેળવી રહ્યા છે. શિયાળાનું રસાણું પણ કચરિયાને કહેવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં કાજુ દ્રાક્ષ તેમજ સૂંઠ જેવા મરી મસલાનું મિશ્રણ કરવામાં આવે છે. તેને જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. હાલમાં  કચરિયું એક એનર્જી બુસ્ટર સાબિત થઈ શકે છે.
કેવી રીતે બને છે કચરિયું
આ કચરિયું બનાવવા ગોળ અને તલની યોગ્ય માત્રામાં એકત્રિત કરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેમાં ડ્રાયફ્રુટ તેમજ ગરમ તેજાના ઉમેરવામાં આવે છે.આમ શિયાળામાં કચરિયું આરોગવાથી શિયાળામાં કફ પિત્તના પ્રોબ્લેમ સાથે એનર્જીમાં વધારો કરે છે. આથીજ તેની માંગ પણ વધી છે  અને ઊંઝાના કચરિયા એ ગુજરાત ના ખૂણે ખૂણે આગવી ઓળખ પણ ઉભી થઇ છે. જેથી મહેસાણા જિલ્લા બહાર તેને એક્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.