Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે લીધી મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ(Secretary General of the United Nations)એન્ટોનિયો ગુટેરેસે આજે ગુજરાત(Gujarat)ના મોઢેરા સ્થિત પ્રસિદ્ધ સૂર્યમંદિરની(Modhera Sun Temple) મુલાકાત લીધી હતી. તેઓ સૂર્યમંદિર નિહાળીને તેમજ મોઢેરા ગામના લોકો વીજળી માટે 24 કલાક સૌર ઊર્જા(Solar energy)નો ઉપયોગ કરે છે.તે વાત જાણીને પ્રભાવિત થયા હતા. ત્યારે તેમણે સૂર્યમંદિર વિશે કમેન્ટ બુકમાં કમેન્ટ પણ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે. સૂર્ય એ જીવન છે. સૂર્ય àª
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે લીધી મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ(Secretary General of the United Nations)એન્ટોનિયો ગુટેરેસે આજે ગુજરાત(Gujarat)ના મોઢેરા સ્થિત પ્રસિદ્ધ સૂર્યમંદિરની(Modhera Sun Temple) મુલાકાત લીધી હતી. તેઓ સૂર્યમંદિર નિહાળીને તેમજ મોઢેરા ગામના લોકો વીજળી માટે 24 કલાક સૌર ઊર્જા(Solar energy)નો ઉપયોગ કરે છે.તે વાત જાણીને પ્રભાવિત થયા હતા. ત્યારે તેમણે સૂર્યમંદિર વિશે કમેન્ટ બુકમાં કમેન્ટ પણ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે. સૂર્ય એ જીવન છે. સૂર્ય એ તમામ ચીજોનું ઉદ્ભવ સ્થાન છે. હું એ તમામ લોકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું જેમણએ હજારો વર્ષો પહેલા આ સૂર્યમંદિરનું નિર્માણ કર્યું. અહીંના લોકો સૂર્યદેવના આ મંદિરની આસપાસના વિસ્તારમાં સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે અને તેના થકી પ્રકૃતિને માનવજીવન સાથે જોડે છે.

મોઢેરા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નું આઈકોન બન્યું છે

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે મોઢેરાના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી હતી અને મોઢેરા ગામમાં 24 કલાક સૌર ઊર્જા આધારિત વીજળીથી ગામની ઊર્જા જરૂરિયાત પૂર્ણ થાય છે તે વિશે જાણ્યું હતું. તેમણે સૌર ઊર્જાના આ સમગ્ર પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી અને મોઢેરા ગામમાં સફળતાપૂર્વક સોલાર રૂફટોપ પ્રોજેક્ટ દ્વારા વીજળીની વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ ગુજરાતના બે દિવસના પ્રવાસે હતી. તેમના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્ર પટેલ, સંયુક્ત રાષ્ટ્ર તેમજ ભારત સરકારના અન્ય ગણમાન્ય લોકો પણ હાજર રહ્યા હતા. 
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ યુએન મહાસચિવે દેશના પ્રથમ 24 કલાક સોલાર પાવર્ડ વિલેજ મોઢેરા અને વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી
Advertisement
Tags :
Advertisement

.