Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રિય મંત્રીએ યુક્રેનથી આવેલા ભારતીય નાગરિકોનું ખાસ અંદાજમાં કર્યું સ્વાગત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત માહોલને વધુ બગાડી રહી છે. આ વચ્ચે મોટાભાગના દેશ હવે રશિયાની વિરુદ્ધમાં આવી ગયા છે. વળી આ ગંભીર પરિસ્થિતિમાં યુક્રેનના ઘણા શહેરોમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને ભારત લાવવા માટે ભારત સરકારે 'ઓપરેશન ગંગા' શરૂ કર્યુ છે. જે અતર્ગત ઘણા વિદ્યાર્થીઓને ભારતે એરલિફ્ટ કર્યા છે. આ ભારતીય નાગરિકોનું સ્વાગત માટે ઘણા કેન્દà«
કેન્દ્રિય મંત્રીએ યુક્રેનથી આવેલા ભારતીય નાગરિકોનું ખાસ અંદાજમાં કર્યું સ્વાગત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત માહોલને વધુ બગાડી રહી છે. આ વચ્ચે મોટાભાગના દેશ હવે રશિયાની વિરુદ્ધમાં આવી ગયા છે. વળી આ ગંભીર પરિસ્થિતિમાં યુક્રેનના ઘણા શહેરોમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને ભારત લાવવા માટે ભારત સરકારે 'ઓપરેશન ગંગા' શરૂ કર્યુ છે. જે અતર્ગત ઘણા વિદ્યાર્થીઓને ભારતે એરલિફ્ટ કર્યા છે. આ ભારતીય નાગરિકોનું સ્વાગત માટે ઘણા કેન્દ્રિય મંત્રી આગળ આવી રહ્યા છે, જેમા એક નામ સ્મૃતિ ઈરાનીનું ઉમેરાઇ ગયુ છે.
જણાવી દઇએ કે, ઓપરેશન 'ગંગા' દ્વારા ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવી રહી છે. આ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ પોતે એરપોર્ટ પર પહોંચીને નાગરિકોનું સ્વાગત કરી રહ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સના વિમાનની અંદર જઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિમાનમાં સવાર તમામ ભારતીયોનું સ્વાગત કર્યું છે અને ભારત માતા કી જય હોના નારા પણ લગાવ્યા. સમાચાર એજન્સી ANI દ્વારા એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ઈન્ડિગો એરલાઈન્સ પ્લેનની અંદર વિદ્યાર્થીઓનું સ્વાગત કરતી જોવા મળી હતી. પ્લેનમાં માઈક દ્વારા, સ્મૃતિ ઈરાનીએ યુક્રેનના ભારતીયો સાથે વાત કરી અને કહ્યું કે, ભારતીયોએ "સૌથી પડકારજનક સમયમાં" "અનુકરણીય હિંમત" બતાવી છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રાદેશિક ભાષાઓ બોલીને આ બધાનું સ્વાગત કર્યું. આ સાથે તેમણે એરલાઇન્સના ક્રૂનો પણ આભાર માન્યો હતો.
Advertisement

કેન્દ્રીય મંત્રીએ આ દરમિયાન કહ્યું કે, 'સ્વદેશ પરત ફરવા પર આપનું સ્વાગત છે. તામારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે. તમે અદ્ભુત હિંમત બતાવી છે...અમે એરક્રાફ્ટના ક્રૂ સભ્યોનો પણ આભાર માનવા માંગીએ છીએ.' કેન્દ્રીય મંત્રીએ વિમાનમાં હાજર કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષામાં સંબોધન કર્યું હતું. યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થી ક્રિષ્ના કુમારે કહ્યું કે, હું ભારતમાં પાછો આવીને ખૂબ જ ખુશ છું. મને આશા છે કે ત્યાં ફસાયેલા અન્ય ભારતીયોને પણ ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે. ઓપરેશન ગંગા ખરેખર મદદરૂપ છે. આ માટે હું ભારત સરકારનો આભાર માનું છું.
Advertisement

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને બચાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. સરકારના આ બચાવ અભિયાનને ઝડપી બનાવવા એરફોર્સ પણ જોડાઈ છે. એરફોર્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 મંગળવારે સવારે 4 વાગ્યે હિંડોન એરપોર્ટથી રોમાનિયા માટે રવાના થયું હતું. વાયુસેના પોલેન્ડ, હંગેરી અને રોમાનિયામાં વધુ ત્રણ એરક્રાફ્ટ મોકલવાની છે. ભારતથી જઈ રહેલા વિમાનો પણ પોતાની સાથે દવાઓ, ટેન્ટ જેવી રાહત સામગ્રી લઈને જઈ રહ્યા છે. ભારત સરકારના ચાર મંત્રીઓ પણ યુક્રેનના પડોશી દેશોમાં રેસ્ક્યુ મિશનની દેખરેખ રાખવા અને અધિકારીઓ સાથે સંકલન કરવા માટે હાજર છે.
Tags :
Advertisement

.