Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે ફોરેન્સિક સાયન્સના નવા કેમ્પસનું કર્યુ ખાતમુહુર્ત

કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.ત્યારે તેમણે ગાંધીનગર  ફોરેન્સિક સાયન્સમાં વિશ્વમાં  ગુજરાતનો ડંકો વાગશે અને  ગુજરાત નંબર વન બનશે. આ વિશ્વાસ  કેન્દ્રીયમંત્રી શ્રી અમિતશાહ વ્યક્ત કર્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમાહરોહમાં ઉપસ્થિત રહેલા શ્રી અમિતશાહે કહ્યું કે કાયદામાં જે 6 વર્ષઉપરની જે પણ સજાઓ છે તે દરેક ગુનામાં કોરેન્સિ પà
કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે ફોરેન્સિક સાયન્સના નવા કેમ્પસનું કર્યુ ખાતમુહુર્ત
કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.ત્યારે તેમણે ગાંધીનગર  ફોરેન્સિક સાયન્સમાં વિશ્વમાં  ગુજરાતનો ડંકો વાગશે અને  ગુજરાત નંબર વન બનશે. આ વિશ્વાસ  કેન્દ્રીયમંત્રી શ્રી અમિતશાહ વ્યક્ત કર્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમાહરોહમાં ઉપસ્થિત રહેલા શ્રી અમિતશાહે કહ્યું કે કાયદામાં જે 6 વર્ષઉપરની જે પણ સજાઓ છે તે દરેક ગુનામાં કોરેન્સિ પુરાવાનો ફરજિયાત કરી દેવામાં આવશે. ફોરેન્સિક  યુનિવર્સિટીએ ગુજરાત ઉપરાંત ગોવા, ભોપાલ, મણિપુરમાં કેમ્પસ શરૂ કરી દેવામાં આવ્યા છે. ફોરેન્સિક  સાયન્સના  ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા સરકારે  ખુબ જ સહયોગ  આપ્યો છે. ત્યારે આગામી સમયમાં તમામ રાજ્યોમાં ફોરેન્સિક  સાયન્સ કેમ્પસ બનાવવામાં આવશે, જે 2025 સુધીમાં પૂર્ણ  કરવામાં આવશે. ફોરેન્સિક વેનલેબ વિશ્વની સૌથી આધુનિક છે અને સ્વદેશી છે  દેશના દરેક  જિલ્લામાં આવી લેબની વ્યવસ્થા કરવામાં આવશે. NFSUસાથે 17 થી વધુ દેશો અને સંગઠનોએ 158થી વધુ એગ્રીમેન્ટ કર્યા છે. 
કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે  કહ્યું  કે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નહિવત હતી ત્યારે પણ  ગુજરાત  ફોરેન્સિક સાયન્સ લોબોરેટરી દેશમાં આગવું સ્થાન બનાવ્યું હતું હવે DNA ફોરેન્સિક, સાઇબર સિક્યુરિટી અને  ઇન્વેસ્ટીગેટીવ ઓફ ફોરેન્સિક સાયકોલોજીના મધ્યયમાંથી ભારત ફોરેન્સિક સાયન્સ ક્ષેત્ર દુનિયાનું હબ બનશે.  
Advertisement

આજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ બેચના ઉત્તીર્ણ 1 હજાર 132 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત NFSUમાં નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ, સેન્ટર ઓફ ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ત્રણ આધુનિક સેન્ટર ઓફ એક્સેલેન્સને ખુલ્લુ મૂકવામાં આવ્યું  હતું. એટલું જ નહીં અમિત શાહે NFSUમાં હોસ્ટેલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

 આ પણ વાંચો- 

કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહે વડસરમાં કર્યું વિકાસના કામોનું લોકાર્પણ

Advertisement
Tags :
Advertisement

.