Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ રવિવારે સવારે અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ સોમનાથદાદાના દર્શન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ રવિવારે સવારે અમરેલી પહોંચ્યા હતા. તેમણે  અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં  હાજરી આપી હતી. આ ઉપરાંત સહકારી સંસ્થાની વાર્ષિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ કાà
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ રવિવારે સવારે અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ સોમનાથદાદાના દર્શન કરશે. 
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ રવિવારે સવારે અમરેલી પહોંચ્યા હતા. તેમણે  અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં  હાજરી આપી હતી. આ ઉપરાંત સહકારી સંસ્થાની વાર્ષિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને  કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રુપાલાએ પણ  હાજરી આપી હતી. 
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે હું દેશભરમાં ફરુ છું. 2014થી દેશભરના 591 જીલ્લામાં ફરુ છુંઅને આજે  હું અહી સર્ટીફિકેટ આપુ છું કે જીલ્લાની 7 મુખ્ય સહકારી સંસ્થાની સામાન્ય સભા મે જોઇ નથી. હું દરેકને અભિનંદન આપુ છું. તેમણે કહ્યું કે  આજે વિનોબા ભાવેનો જન્મદિવસ છે અને આજે જ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં હિન્દુ ધર્મનો ભગવો લહેરાવાનું કામ કર્યું હતું. સહકારથી સમૃદ્ધીની સંગોષ્ઠીમાં આ જીલ્લાને કંઇ કહેવા જેવું નથી. આ જીલ્લાએ અનેક સહકારી આગેવાનો આપ્યા છે. 
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારથી સમૃદ્ધીનો નવો કન્સેપ્ટ દેશ સામે રજૂ કર્યો છે. પુરસોત્તમ રુપાલાએ વડાપ્રધાનને સહકાર ખાતુ બનાવા કહ્યું હતું અને વડાપ્રધાને તેનું અલગ ખાતુ બનાવી ખેડૂતોને સમૃદ્ધ કરવાનો નવો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે  સાથે આવવું, સાથે વિચારવુ અને સાથે સંકલ્પ લઇને વિચારવું તે સહકારનો મતલબ છે. અહી સહકારથી સમૃદ્ધી ચરિતાર્થ કર્યું છે. અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બંકના ડિરેક્ટરોને હું અભિનંદન આપું છું. બેંકનો ગ્રાફ ક્યારેય નીચો આવ્યો નથી. 
 તેમણે વધુમાં કહ્યું કે  કોંગ્રેસે સૌરાષ્ટ્રની ડેરીઓમાં ખંભાતી તાળા માર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે કૌંભાંડો કરી બધી ડેરીને નિષ્ફળ કરી નાખી હતી. તે વખતે મુખ્યમંત્રી રહેલા હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની ડેરીઓને ભંડોળ આપી ચાલુ કરાવી હતી અને આજે ધમધોકાર ડેરીઓ ચાલે છે. 
ગૃહ મંત્રીશ્રી અમિત શાહ રવિવારે બપોર બાદ સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ દાદાના દર્શન કરશે. તેઓ ખાસ વેબસાઇટનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરશે. 
Advertisement

Tags :
Advertisement

.