Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજનીતિના ચાણક્યએ અમદાવાદના આકાશમાં પેચ લડાવ્યા, કાર્યકર્તાઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, એ કાપ્યો છે...! થી ગુંજ્યું આકાશ

અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યભરમાં ઉત્સાહ અને ધામધૂમથી ઉતરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં જગન્નાથજીના મંદિરે જઇને ભગવાનના દર્શન કર્યા હતા અને તે બાદ વેજલપુરમાં પતંગનો પેચ લડાવ્યો હતો. અમિતભાઈ શાહે વેજલપુરમાં વીનસ પાર્કલેન્ડ સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ગોતા અને વેજલ
12:11 PM Jan 14, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યભરમાં ઉત્સાહ અને ધામધૂમથી ઉતરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં જગન્નાથજીના મંદિરે જઇને ભગવાનના દર્શન કર્યા હતા અને તે બાદ વેજલપુરમાં પતંગનો પેચ લડાવ્યો હતો. અમિતભાઈ શાહે વેજલપુરમાં વીનસ પાર્કલેન્ડ સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. 
ગોતા અને વેજલપુરમાં ઉજવણી
તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે વંદે માતરમ, ગોતા વિસ્તારમાં આવેલી શુકન રેસીડન્સીમાં ઉતરાયણ પર્વની ઉજવાની કરી હતી. અહીં તેમણે બે પેચ કાપતા કાર્યકર્તાઓએ એ કાપ્યો છે અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના આગમનથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા. આ પહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. 
કલોલમાં ઉજવણી
જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે કલોલ ખાતે પૌરાણિક કપિલેશ્વર મહાદેવ મંદિરે દર્શન અને પૂજા કર અહીંથી કલોલના બોરીસણા ખાતે બપોરે 3.45 કલાકે સ્નેહ ગ્રીન ફ્લેટ ખાતે કલોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને પતંગોત્સવ મનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે સવારે 9.45 કલાકે અમિત શાહે સહપરિવાર જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન અને પૂજા કરી હતી. જે બાદ સવારે 10.30 કલાકે તેઓએ વેજલપુરમાં વેનસ પાર્કલેન્ડ ખાતે વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવ મનાવ્યો હતો.
જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ આજે ઘાટલોડિયા વિધાનસભા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણ મનાવ્યા બાદ પરિવાર સાથે કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિરે તેઓ પહોંચ્યા હતા ત્યાં પુજા અર્ચના કરી બાદ પતંગ ચગાવી રાજભવન પણ જવાના છે અને આવતીકાલે તેઓ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવાના છે.
આ પણ વાંચો - સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે દરિયાપુરની પોળમાં કરી ઉત્તરાયણની ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAMITSHAHGujaratFirstMakarSankrantiUttarayan2023અમદાવાદઉત્તરાયણગુજરાતપતંગત્સવમકરસંક્રાતિસમાચાર
Next Article