Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

8 વર્ષમાં MBBSની સીટો વધી, સ્કુલ ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટ્યો: મનસુખભાઈ માંડવીયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ આજે ​​સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી છોકરીઓના સ્કુલ ડ્રોપઆઉટ રેશિયામાં ઘટડોમાં ઘટાડો થયો છે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકો લગભગ બમણી થઈ ગઈ છે. આ માટે તેમણે NDA સરકારને શ્રેય આપ્યો છે.MBBSની સીટો વધીતેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે દેશમાં ડોકટરોની જà
11:39 AM Dec 15, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ આજે ​​સંસદની બહાર પત્રકારો સાથે વાતચીત કરી હતી. જે દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી છોકરીઓના સ્કુલ ડ્રોપઆઉટ રેશિયામાં ઘટડોમાં ઘટાડો થયો છે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકો લગભગ બમણી થઈ ગઈ છે. આ માટે તેમણે NDA સરકારને શ્રેય આપ્યો છે.
MBBSની સીટો વધી
તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે દેશમાં ડોકટરોની જરૂરિયાત પૂરી થાય અને તબીબી શિક્ષણ મેળવવા ઈચ્છુક બાળકોને વિદેશ જવું ન પડે. આજની સ્થિતિમાં MBBS સીટોની સંખ્યામાં 87%નો વધારો થયો છે.
મેડિકલ સીટો વધી
8 વર્ષ પહેલા MBBSની 53,000 બેઠકો હતી જે હવે વધીને 96,000 થઈ ગઈ છે. "આ જ સમયગાળામાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ સીટો 31,000 થી વધીને 63,000 થઈ છે, જે 105 ટકાની વૃદ્ધિ છે. મેડિકલ કોલેજો પણ 2014 માં 387થી વધીને 2022 માં 648 થઈ ગઈ છે.
ઓનલાઈન શિક્ષણ
નવી શિક્ષણ નીતિ (NEP)ને રાજ્યો અને સમાજના તમામ વર્ગો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.કોવિડ -19 દરમિયાન પણ શિક્ષણમાં વિક્ષેપ ન આવે તે માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. દીક્ષા પોર્ટલના માધ્યમથી ક્વિક રિસ્પોન્સ (QR) કોડને સ્કેન કરીને કોઈ પણ પુસ્તક વાંચી શકાય છે. જ્યારે 1 થી 12ના વિદ્યાર્થીઓ સ્વયં પ્રભા ટીવી ચેનલના માધ્યમથી પણ ભણાવવામાં આવે છે.
ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો
તેમણે ઉમેર્યું કે, શાળામાં છોકરીઓનો ડ્રોપ આઉટ રેશિયોમાં શૌચાલયોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. 2.5 લાખ શાળાઓમાં 4.5 લાખથી વધારે શૌચાલયો બનાવાયા છે . જેના લીધે ડ્રોપઆઉટ રેશિયો 17%થી  ઘટીને 13% થઈ ગયો છે અને આવનારા સમયમાં તેમા પણ સુધારો થશે.
આ પણ વાંચો - શ્રદ્ધા મર્ડર કેસમાં સૌથી મોટા સમાચાર, CFSL રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DelhiGujaratFirstMansukhMandaviaMBBSMedicalSeatsUnionHealthMinister
Next Article