કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખ માંડવીયાએ કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા
ભારત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને પરિવારજનોએ સાતમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા. ખેલૈયાઓના અદભુત નર્તન અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના આયોજનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે મહાઆરતી વિશેની વિગતોની જાણકારી મેળવી હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષશ્રી કૃષ્ણકાન્તભાઈ જહાએ તેમનું ખેસ પહેરા
ભારત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા અને પરિવારજનોએ સાતમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા. ખેલૈયાઓના અદભુત નર્તન અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના આયોજનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે મહાઆરતી વિશેની વિગતોની જાણકારી મેળવી હતી.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષશ્રી કૃષ્ણકાન્તભાઈ જહાએ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત અભિવાદન કર્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલે આરતી ઉતારી હતી. મહાનગરપાલિકાના દંડક શ્રીમતી તેજલબેન નાયી અને પરિવારજનો પણ આરતીમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષક અને ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી આર.કે. સુગુર પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં સાતમા નોરતે ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલે આરતી ઉતારી હતી. મહાનગરપાલિકાના દંડક શ્રીમતી તેજલબેન નાયી અને પરિવારજનો પણ આરતીમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષક અને ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી આર.કે. સુગુર પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા પધાર્યા હતા.
ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક દીપ્તિ દેસાઈ અને સંગીતકાર અમિત ઠક્કર તથા સહગાયકો સોનિક સુથાર અને દ્યુતિ બુચે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. સાતમા નોરતે બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે રિધ્ધીબા ડાભી વિજેતા થયા હતા. જ્યારે પ્રિન્સ તરીકે નિશાંત ચાવડા વિજેતા થયા હતા. વિહા દવે અને મિહિર જોશી રનર્સ અપ રહ્યા હતા. નિકુંજ મકવાણા અને રિયા ગાંધીની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી.
જ્યારે નિમેષસિંહ સોલંકી અને દર્શના રાઠોડની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયની કેટેગરીમાં બેસ્ટ ક્વીન તરીકે અરુણા પટેલ અને કિંગ તરીકે તારક પંડ્યા વિજેતા થયા હતા. આ કેટેગરીમાં રેશ્મા પટેલ અને જોગેન્દ્ર રાજોરા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે કેપ્ટન નિધિ રાઠોડ શાહ અને પ્રિન્સ તરીકે અનુરાગ શાહ વિજેતા થયા હતા. કોમલબા ઝાલા અને રવિ પટેલ રનર્સ અપ રહ્યા હતા.
બેસ્ટ ટીનેજર પ્રિન્સેસ તરીકે મિલ્સી કાપડિયા અને પ્રિન્સ તરીકે જૈવલ ભટ્ટ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં મોક્ષાબા વાઘેલા અને વ્રજ ભટ્ટી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડ કેટેગરીમાં બેસ્ટ કીડ ગર્લ તરીકે રાજબીર ગંગવાણી અને બોયઝમાં વેદ પટેલ વિજેતા થયા હતા.
જ્યારે અવની જયમીન પટેલ અને સાલ્વીક માલવી રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડની કેટેગરીમાં પ્રિશા પટેલ અને હયાન સુરતી વિજેતા થયા હતા. જ્યારે ક્રિનલ ચાવડા અને રિશીત કણજારીયા રનર્સ અપ રહ્યા હતા. નિર્ણાયકો તરીકે પાયલબેન ઘોડાદરા, મેહુલભાઈ શાહ, નીતિનભાઈ દવે, ડૉ. અપૂર્વા રાવલ છાયા અને દ્રષ્ટિ કર્ણ ભટ્ટે સેવાઓ આપી હતી.
Advertisement