ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાગપુર સ્થિત સંઘના મુખ્ય કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વધારાઈ

શનિવારે એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને RSS હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયને બોમ્બની ધમકી આપવામાં આવી છે. શનિવારે અહીં સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધમકી આપી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કંટ્રોલ રૂ
06:03 PM Dec 31, 2022 IST | Vipul Pandya
શનિવારે એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને RSS હેડક્વાર્ટરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયને બોમ્બની ધમકી આપવામાં આવી છે. શનિવારે અહીં સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધમકી આપી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. 
પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો
DCP ગોરખ ભામરેએ જણાવ્યું કે બપોરે 1 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. એક વ્યક્તિએ મહલ વિસ્તારમાં આરએસએસના મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી આપી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી હતી. કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. સાવચેતીના ભાગરૂપે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ફોન કરનારની ઓળખ કરવા માટે પોલીસ ફોન નંબરનું લોકેશન ટ્રેસ કરી રહી છે.
સુરક્ષા વધારાઈ
સંઘ હેડક્વાટર પહેલેથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે. CRPFની ટુકડી સુરક્ષામાં તૈનાત છે. આ સાથે નાગપુર પોલીસે પણ કોર્ડન કરી છે. અહીં પહેલાથી જ વિડીયોગ્રાફી અથવા કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. શનિવારે સવારે ફરી એકવાર RSS મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. નજીકમાં રહેતા લોકોની અવરજવર પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો - બજેટ સત્રનો બીજો તબક્કો નવા સંસદ ભવનમાં મળે તેવી શક્યતા, ઝડપથી ભવન નિર્માણ થઈ રહ્યું છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHeadOfficeNagpurNagpurPoliceRSSSecurityTightenedThreat
Next Article