Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફોટોશૂટના બહાને હોટલમાં બોલાવી સગીરા પર દુષ્કર્મ, મિત્રના મામાનું કૃત્ય

અમદાવાદમાં ફરી એક વાર સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જોકે આ ઘટનામાં ભોગ બનનાર સગીરાના મિત્રનો મામા હેવાન બન્યો અને સગીરા સાથે મિત્રતા કરી ફોટોશૂટ કરાવવાના બહાને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો. જય કિશન નામનાં યુવક સામે આ મામલે ગુનો નોંધાયો છે.આરોપીએ સગીરા સાથે પહેલા મિત્રતા કરી ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપ લે કરી. બાદમાં વાતચીત કરી સગીરાને ફોટોશૂટનો શોખ હોવાથી જાળમાં à
09:56 AM Jul 31, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં ફરી એક વાર સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જોકે આ ઘટનામાં ભોગ બનનાર સગીરાના મિત્રનો મામા હેવાન બન્યો અને સગીરા સાથે મિત્રતા કરી ફોટોશૂટ કરાવવાના બહાને હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો. જય કિશન નામનાં યુવક સામે આ મામલે ગુનો નોંધાયો છે.
આરોપીએ સગીરા સાથે પહેલા મિત્રતા કરી ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપ લે કરી. બાદમાં વાતચીત કરી સગીરાને ફોટોશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવી હોટલમાં ફોટોશૂટ કરવા લઈ ગયો. જ્યાં તેને આલિંગનમાં લઇ તેની પર દુષ્કર્મ ગુજાર્યું.આરોપી અને સગીરા વચ્ચે આમ કોઈ સીધો સંબંધ નહોતો. સગીરાના એક મિત્રએ આરોપી સાથે સગીરાની મુલાકાત કરાવી હતી. અને બાદમાં આ જ મિત્રના મામાને ભાણીયાની સગીર ફ્રેન્ડ ગમી જતા તેને પ્રેમ કરતો હોવાનું નાટક કરી લગ્નની લાલચ પણ આપી હતી.આટલું જ નહીં આરોપી જય કિશન આ સગીરાને કેટરિંગનું કામ કરાવવાના બહાને રાજકોટ પણ લઈ ગયો હતો.જ્યાં અનેક વાર સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.
સગીરા રાજકોટથી આવ્યા બાદ શરીરના ગુપ્ત ભાગોએ ઇજાઓ પહોંચી હતી.અને શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ હતી.જેથી તે પહેલા એક ડોકટર પાસે ગઈ જ્યાં તેને એક એનજીઓની મહિલા મળતા તે મહિલાએ સગીરાનો માતા સાથે ભેટો કરાવ્યો હતો.અને સમગ્ર મામલાની જાણ કરી હતી. આટલું જ નહીં આરોપીના ઘરે સગીરાની માતા જતા આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું. ત્યારે હવે પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
Tags :
GujaratFirstHotelpretextofaphotoshoot
Next Article