શ્રીલંકામાં અસહ્ય મોંઘવારી, 1 કપ ચાના 100 રુપિયા
વધતી જતી મોંઘવારીમાં શ્રીલંકાની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં મોંઘવારી દર 17 ટકાને પાર કરી ગયો છે જે દક્ષિણ એશિયાના કોઇ પણ દેશ કરતાં વધુ અને ભયાનક સ્તર પર છે. આ નાનકડા દેશની હાલત એટલી ખરાબ છે કે એક કપ ચા માટે લોકોને 100 રુપિયા આપવા પડે છે. 1 કિલો ચોખાનો ભાવ 500 રુપીયા આપણો પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકાનો વિદેશી મુદ્ર
12:07 PM Mar 31, 2022 IST
|
Vipul Pandya
વધતી જતી મોંઘવારીમાં શ્રીલંકાની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં મોંઘવારી દર 17 ટકાને પાર કરી ગયો છે જે દક્ષિણ એશિયાના કોઇ પણ દેશ કરતાં વધુ અને ભયાનક સ્તર પર છે. આ નાનકડા દેશની હાલત એટલી ખરાબ છે કે એક કપ ચા માટે લોકોને 100 રુપિયા આપવા પડે છે.
1 કિલો ચોખાનો ભાવ 500 રુપીયા
આપણો પાડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ સમાપ્ત થઇ ગયું છે અને તેના પર કર્જનો મોટો બોજો આવી ગયો છે જેના કારણે શ્રીલંકા નાદાર હોવાની નજીક આવી ગયું છે. શ્રીલંકાની કરન્સીની વેલ્યુ ડોલરની સરખામણીમાં લગભગ અડધી થઇ ગઇ છે, જેનાથી જીવન જરુરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ડિઝલ પેટ્રોલ અને ગેસ ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલત એટલી ખરાબ છે કે ખાંડનો ભાવ 290 રુપિયે કિલોએ પહોંચ્યો છે, જયારે ચોખાની કિંમત 500 રુપિયે કિલો થઇ ગયો છે.
શ્રીલંકામાં મોંઘવારી દર 17 ટકાને પાર
સરકારી આંકડાઓ મુજબ હજુ શ્રીલંકામાં મોંઘવારી દર 17 ટકાને પાર કરી ચૂકયો છે. આ દર એટલો ભયાનક છે જે દક્ષિણ એશિયાના દેશોમાં આટલો મોંઘવારી દર કોઇ દેશમાં નથી. જેનાથી શ્રીલંકામાં આઝાદી પછી સૌથી ગંભીર આર્થિક સંકટ ઉભુ થયું છે. આ નાનકડા દેશની સ્થિતિ એટલી ખરાબ છે કે 1 કપ ચા માટે લોકોને 100 રુપિયા આપવા પડે છે. એટલું જ નહી, બ્રેડ અને દૂધ જેવી જરુરી ચીજોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. અહેવાલો મુજબ શ્રીલંકામાં હાલ બ્રેડના પેકેટની કિંમત 150 રુપિયા થઇ ગઇ છે જયારે દૂધના પાવડરની કિંમત 1975 રુપિયા કિલો થઇ ગઇ છે. એલપીજી સિલિન્ડરના ભાવ 4119 રુપિયા છે. જયારે પેટ્રોલનો ભાવ 254 રુપિયા અને ડિઝલ 176 રુપિયા છે.
શ્રીલંકાનો રુપિયો ડોલરની સરખામણીએ તૂટયો
વાસ્તવમાં શ્રીલંકાના રુપિયાની વેલ્યુ છેલ્લા કેટલાક દિવસોથી ડોલરના મુકાબલે 40 ટકાથી વધુ ઓછી થઇ ગઇ છે. 1 ડોલરના મુકાબલે શ્રીલંકાનો રુપિયો તૂટીને 318 રુપિયા થઇ ગયો છે. અન્ય દેશો સાથે તેની તુલના કરાય તો 1 ડોલરની વેલ્યુ ભારતીય રુપિયામાં 76 રુપિયા, 182 પાકિસ્તાની રુપિયો, 121 નેપાળનો રુપિયો અને 45 મોરેશિયસ રુપિયો અને 14340 ઇન્ડોનેશીયન રુપિયા છે.
વિદેશી મુદ્રા ભંડાર ખલાસ
ત્રણ વર્ષ પહેલા શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર 7.5 બિલિયન ડોલર હતો પણ ત્યાં નવી સરકાર આવ્યા બાદ તેમાં ઘટાડો થયો હતો અને 2.8 બિલિયન ડોલર સુધી વિદેશી મુદ્રા ભંડાર આવી ગયો હતો. ગત વર્ષે 1.58 બિલિયન ડોલરના સ્તરે આવી ગયો હતો. શ્રીલંકા પાસે હાલ વિદેશી કર્જ માટે હપ્તા ચૂકવવા માટે પણ ફોરેક્સ રિઝર્વ નથી. આઇએમએફએ પણ કહ્યું છે કે શ્રીલંકાની અર્થવ્યવસ્થા નાદારીની દિશા તરફ જઇ રહી છે. શ્રીલંકાના માથે 51 અરબ ડોલરનું દેવું છે. એકલા ચીનનું જ 5 બિલિયન ડોલરથી વધુ દેવું છે જયારે ભારત અને જાપાન જેવા દેશો પાસેથી પણ તેણે લોન લીધેલી છે.
Next Article